Site icon Revoi.in

રાજકોટ પરથી દૂર થશે જળસંકટના વાદળોઃ નર્મદાનું પાણી પુરુ પડાશે

Social Share

રાજકોટઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા રાજકોટવાસઓને હવે પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. રાજકોટવાસીઓને ઉનાળામાં પાણી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે.

રાજકોટ શહેર અને જિલ્લામાં દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ઉભી થાય છે. ગત વર્ષ ચોમાસામાં ઓછો વરસાદ થયો હોવાથી જળાશંયોમાં નવા પાણીની ઓછા આવક થઈ હતી. જેથી ઉનાળાના આગમન પહેલા જ ડેમોના તળીયા દેખાવા લાગ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે અને 4થી 5 દિવસે એક વખત પાણી મળતું હોવાનું ચર્ચાય રહ્યું છે. ત્યારે હવે રાજકોટના લોકોની પાણીની સમસ્યા હવે દૂર થશે. રાજકોટને પાણી પુરુ પાડતા આજી ડેમને સૌની યોજના હેઠળ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી હાલ નર્મદાનું પાણી રાજકોટ-ભાવનગર હાઈવે પર કસ્તુરબાધામ ત્રિવેણી સંગમની આગળ પહોંચ્યા છે. આજી ડેમમાં 400 MCFT અને ન્યારીમાં 100 MCFT પાણી ઠલવવામાં આવશે.

રાજકોટની જનતાને ઉનાળો પુરુ થાય ત્યાં સુધી પાણી મળી રહે તેવું યોજન કરવામાં આવ્યું છે. આજી ડેમ ભરાતા આસપાસના વિસ્તારમાં જલસપાટી પણ ઉંચી આવવાની શકયતા છે. તેમજ નર્મદાનું પાણી આવતા લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે.