Site icon Revoi.in

ચૂંટણી, IPL અને વર્લ્ડકપ, સટ્ટાબાજો માટે બંપર યર છે 2019!

Social Share

આપણામાંથી દરેક જણે ક્યારેક ને ક્યારેક તો જીવનમાં શરત લગાવેલી જ હોય છે. ક્યારેક વિરાટ કોહલીની સેન્ચુરી પર 10 અથવા 50 રૂપિયાની નાની શરત અથવા તો પછી ચૂંટણીમાં કોઈ પાર્ટીની સીટ્સ પર શરત. આમતો શરત કે સટ્ટાબાજી ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે પરંતુ આ દુનિયાની મનપસંદ ઇનડોર ગેમ્સમાંની એક છે. સટ્ટો લગાવનારા કોઈપણ વાત પર સટ્ટો લગાવવાનો મોકો છોડતા નથી. રમત-ગમત, બિઝનેસ, રાજકારણ, એટલે સુધી કે ગાંધી પરિવારની આગામી પેઢી ચૂંટણીઓમાં પ્રચાર કરશે કે કેમ એના પર પણ લોકો સટ્ટો લગાવે છે. વર્ષ 2019 આવા જ કેટલાક સટ્ટેબાજો માટે બંપર યરની જેમ આવ્યું છે. આઇપીએલ અને લોકસભા ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ક્રિકેટ વર્લ્ડ કપ પણ આ જ વર્ષો યોજાવાનો છે.

સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે 2019ની સામાન્ય ચૂંટણીઓ પર લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લાગી ચૂક્યો છે, જે 2014ની ચૂંટણીની સરખામણીએ બેગણો છે. સટ્ટો એક અનિયમિત બજાર હોવાનો કારણે રકમના સાચા આંકડાનો એકદમ સાચો અંદાજો લગાવવો મુશ્કેલ છે. દિલ્હીના એક સટ્ટેબાજે જણાવ્યું કે, “આ કોઇ એવું કામ નથી, જેમાં કોઈ વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે અને સરકારને જણાવે કે તેણે કેટલાનો સટ્ટો લગાવ્યો છે.” તેણે કહ્યું કે 2 લાખ કરોડનો સટ્ટો લગાવવાનો આંકડો સાચો હોઈ શકે છે, પરું તેનો 100 ટકા દાવો કરી શકાય નહીં.

એક સટોડિયાએ જણાવ્યું કે રસપ્રદ વાત એ છે કે આઇપીએલ હાલ ચાલી રહી છે, ત્યારબાદ ચૂંટણી પર પણ સૌથી વધુ સટ્ટો રમવામાં આવી રહ્યો છે. યુપીમાં કામ કરતા એક સટોડિયાએ કહ્યું કે એવું નથી કે ક્રિકેટ પર સટ્ટાનો ધંધો ચોપટ થઈ ગયો છે, પરંતુ આ વખતે ચૂંટણી પર વધુ લોકો સટ્ટો રમી રહ્યા છે. હાલના દિવસોમાં અમારા બિઝનેસના ફક્ત 20-25 ટકા જ ક્રિકેટ છે. જ્યારે આઇપીએલ દરમિયાન સામાન્ય રીતે 95 ટકા સુધી સટ્ટો ક્રિકેટ પર જ લાગે છે.

સટ્ટેબાજો સામાન્ય રીતે અસામાન્ય સટ્ટા પર સૌથી વધુ પૈસા કમાય છે. જેમ ભારતના કોઈ ફાસ્ટ બોલરને વર્લ્ડકપ દરમિયાન ઇજા થાય અને તેનો પાછો મોકલવામાં આવશેનો ભાવ 3.00 છે. કન્હૈયાકુમારના જામીન બેગુસરાયમાં જપ્ત થશેનો ભાવ 7.50 છે. શું આપણે આગામી ચૂંટણીમાં ગાંધી પરિવારની આગામી પેઢીને ચૂંટણીપ્રચાર કરતા જોઇશુંનો ભાવ 51.00 છે.

ક્રિકેટ પર જે સટ્ટો લાગે છે, તે નાની ચીજો પર વધુ લાગે છે, જેમકે- આજની મેચ કોણ જીતશે, શું ફલાણો પ્લેયર સેન્ચુરી બનાવશે, શું ઢીંકણો બોલર 3 વિકેટ લેશે વગેરે. જ્યારે બીજી બાજુ ચૂંટણી પર સટ્ટો સંપૂર્ણપણે અલગ છે. ચૂંટણીમાં આટઉરાઇટ પરિણામો પર મોટા દાવ લગાવવામાં આવે છે. આ ચૂંટણીમાં સૌથી વધુ દાવ એ વાત પર લાગ્યો છે કે શું પીએમ મોદીને જનતા બીજી ટર્મ આપશે, શું બીજેપી 272નો આંકડો પાર કરી શકશે, શું રાહુલ ગાંધી બંને સીટ પરથી જીત નોંધાવી શકશે? દિલ્હીના એક સટ્ટેબાજ જણાવે છે કે આઇપીએલ અને ક્રિકેટમાં રોજ નવી મેચ હોય છે. વાત કરવા માટે રોજ નવી ચીજો હોય છે, પરંતુ ચૂંટણીમાં એવું નથી થતું. તેમાં ઓપ્શન્સ લિમિટેડ હોય છે, એટલે લોકો મોટો દાવ રમે છે. જોકે, ચૂંટણીમાં જે પણ નાના અને ચાલુ સટ્ટાઓ લાગે છે, જેમકે એપ્રિલના અંત સુધીમાં એ વાત પર પણ સટ્ટો લગાવવામાં આવતો હતો કે પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે કે નહીં, શું દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે? આ ઉપરાંત ચૂંટણીના દરેક તબક્કામાં દરેક સીટ પર વોટ્સની ટકાવારી પર પણ સટ્ટો લાગે છે.

આઇપીએલ 12 મેના રોજ ખતમ થઈ રહ્યું છે. ચૂંટણીના પરિણામો 23મેના રોજ આવી જશે, પરંતુ સટ્ટાબાજી પછી પણ ચાલુ રહેશે. રાજસ્થાનના સટ્ટેબાજે કહ્યું કે મેના અંતમાં વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને તે હંમેશાંથી અમારા લોકો માટે મોટો મોકો હોય છે. તેને લઈને અત્યારથી જ લોકો સટ્ટા લગાવી રહ્યા છે, જેમકે ફાઇનલ સુધી કઈ-કઈ ટીમો પહોંચશે, વિરાટ સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બનશે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચના પરિણામો શું હશે. જેવો વર્લ્ડકપ ચાલુ થશે કે તેના પર દરરોજનો સટ્ટો પણ શરૂ થઈ જશે. 2015ના વર્લ્ડકપમાં 50 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો હતો. સટ્ટેબાજોનો દાવો છે કે આ વર્લ્ડકપમાં આ આંકડો સરળથાથી પાછળ છૂટી જશે.