Site icon Revoi.in

અખિલેશ યાદવનો વ્યંગ: ચોકીદાર જ નહીં, ઠોકીદારને પણ હટાવવાના છે

Social Share

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ‘ઠોકીદાર’ કહ્યા છે. અખિલેશ યાદવે એક ચૂંટણીરેલીમાં કહ્યું કે દેશના ચોકીદારની સાથે સાથે લોકોએ અહીંના ઠોકીદારને પણ હટાવવા જોઇએ.

ગોરખપુરમાં મહાગઠબંધનના ઉમેદવાર રામભુઆલ નિષાદના પક્ષમાં ચૂંટણીસભા કરી રહેલા અખિલેશ યાદવે કહ્યું, ‘યુપીમાં ઠોકો નીતિ ચલાવનારા પણ છે. અહીંયા શિક્ષા મિત્ર ઠોકાયા હતા કે નહીં…કોઇ નથી બચ્યું જે ઠોકાયું ન હોય. જણાવો, ઠોકવામાં આવ્યા કે નથી આવ્યા? એટલે હું કહેવા માંગું છું કે ફક્ત ચોકીદારને જ નહીં ઠોકીદારને પણ હટાવવાનો છે.’

રેલી દરમિયાન અખિલેશના મંચ પર સીએમ યોગી આદિત્યનાથ જેવા જ દેખાતા સુરેશ ઠાકુર ઉર્ફ યોદ્ધા પણ હાજર હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશ યાદવ કેન્દ્રમાંથી નરેન્દ્ર મોદીને હટાવવાનું આહ્વાન ઘણીવાર કરી ચૂક્યા છે. હવે તેમણે યુપી સરકારને પણ હટાવવાની માંગ કરીને પોતાની દીર્ઘકાલીન નીતિ તરફ ઇશારો કરી દીધો છે.