Site icon Revoi.in

વિવાદ બાદ શીખ રમખાણવાળા નિવેદન પર સેમ પિત્રોડાએ માંગી માફી: “મારી હિંદી ઠીક નથી, મારાથી ભૂલ થઈ ગઈ”

Social Share

ઈન્ડિયન ઓવરસીજ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ 1984ના શીખ વિરોધી રમખાણોવાળા નિવેદન પર શુક્રવારે સાંજે માફી માંગી લીધી છે. તેમણે કહ્યુ છે કે મારું નિવેદન તોડી-મોરડીને રજૂ કરવામાં આવ્યું. મારી હિંદી સારી નથી. હું કહેવા માંગતો હતો કે જે થયું તે ખરાબ થયું. પરંતુ મે બુરાનો અનુવાદ યોગ્ય શબ્દથી કરી શક્યો ન હતો. તેમણે આગળ જણાવ્યુ કે હું કહેવા માંગતો હતો કે આગળ વધો. આપણી પાસે અન્ય મુદ્દાઓ પણ છે ચર્ચા માટે. જેવું કે ભાજપના નેતૃત્વવાળી સરકારે શું કર્યું અને તેના પહેલા શું વાયદા કરવામાં આવ્યા હતા. હું માફી માગું છું કે મારું નિવેદન ખોટી રીતે લેવામાં આવ્યું.

તો યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ કહ્યુ છે કે દેશની રાજનીતિ હાલના સમયે સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે અને હવે ગભરાટવાળા પગલા ઉઠાવાતા દેખાઈ રહ્યા છે. શુક્રવારે તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું, જ્યારે પીએમ મોદીએ દિવંગત ભૂતપૂર્વ પીએમ પર આરોપ લગાવ્યો કે રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટનો ઉપયોગ રજા ગાળવા માટે કર્યો હતો.

વાડ્રાએ આના સંદર્ભે એક ફેસબુક પોસ્ટ લખી છે. તેમણે લખ્યું છે કે રાજનીતિ પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગભરાટવાળા પગલા ઉઠાવાઈ રહ્યા છે. દેશના લોકોને ગેરમાર્ગે દોરવા માટે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને નિશાન બનાવવામાં આવ્યા છે. તેઓ ખુદનો બચાવ કરી શકે તેમ નથી.

વાડ્રાએ આગળ લખ્યુ છે કે અમે પરિવાર તરીકે તેમના દ્રષ્ટિકોણને આગળ લઈ જવાની કોશિશ કરીશું અને ભારતના લોકો પણ આમ કરશે. તેમની ગરિમા અને સમ્માન માટે લડશે. આ સમય છે કે દેશમાં સમ્માનજનક પરિવર્તન કરવામાં આવે.