Site icon Revoi.in

યૌનશોષણના આરોપ મામલે CJI રંજન ગોગોઈને ક્લીનચીટ, આંતરિક તપાસ સમિતિએ રદ કર્યા આરોપો

Social Share

સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસ સમિતિ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર લાગેલા યૌન શોષણના આરોપોને રદિયો આપી દીધો. સમિતિએ કહ્યું કે પૂર્વ મહિલા કર્મચારી દ્વારા લગાવવામાં આવેલા આરોપો આધારહીન છે. સમિતિએ કહ્યું કે મામલાની તપાસ દરમિયાન થયેલી કાર્યવાહીના રિપોર્ટને સાર્વજનિક નહીં કરવામાં આવે. આ પહેલા મહિલા આ સમિતિ સામે હાજર થવાનો ઇન્કાર કરી ચૂકી છે. મહિલાએ કહ્યું હતું કે આ કમિટી પાસેથી મને ન્યાયની અપેક્ષા નથી.  

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની એક પૂર્વ મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ પર યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો. તેની તપાસ સુપ્રીમ કોર્ટની ઇનહાઉસ કમિટી કરી રહી હતી. કમિટીમાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બોબડે ઉપરાંત બે મહિલા જજ- જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા અને જસ્ટિસ ઇંદિરા બેનર્જી પણ હતા. આરોપ લગાવનારી મહિલા કમિટી સામે હાજર થઈ હતી પરંતુ પછી મીડિયામાં નિવેદન આપ્યું હતું કે તેને વકીલ લઇ જવાની પરવાગની આપવામાં નથી આવી તો તે તપાસમાં હિસ્સો નહીં લે.