Site icon Revoi.in

‘દીદી’ કેટલા પરેશાન છે, હવે તેઓ મારા માટે પથ્થરો અને થપ્પડોની વાત કરે છે: બંગાળમાં PM મોદી

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધવા માટે ફરી એકવાર પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. અહીંયા તેમણે બાંકુરામાં જનસભાને સંબોધિત કરી જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અહીંયા બીજેપીની રેલી ન થઈ શકે તે માટે ટીએમસી સરકારે પોતાનું પૂરતું જોર લગાવ્યું હતું. પરંતુ, જેના પર તમારો આશીર્વાદ હોય, તેને તમારી વચ્ચે આવતા કોઈ રોકી શકે નહીં. મમતા દીદીએ પહેલા પોતાની સત્તાના નશામાં બંગાળને બરબાદ કર્યું. હવે તેઓ બંગાળને વધુ બરબાદ કરવા પર મંડ્યા છે, પોતાની સત્તા જવાના ડરથી.

પીએમએ કહ્યું કે મમતા બેનર્જીને મા-માટી-માનુષની નહીં, ફક્ત અને ફક્ત પોતાના હિતો, પોતાની ખુરશી, પોતાના સંબંધીઓ, પોતાના ભત્રીજા, પોતાના ટોળાબાજોની પરવા છે. દીદી કેટલી પરેશાન છે, તેનો અંદાજ તેમની ભાષા પરથી લગાવી શકાય છે. હવે તેઓ મારા માટે પથ્થરો અને થપ્પડોની વાત કરે છે. અરે દીદી, મને તો ગાળોની આદત છે. હું ગાળોને પચાવી લઉ છું, પરંતુ તમે તો ધૂંધવાટમાં બંધારણનું પણ અપમાન કરીને કહો છો કે તમે દેશના વડાપ્રધાનને વડાપ્રધાન માનવા તૈયાર નથી. પરંતુ પાકિસ્તાનના પીએમને પીએમ માનવામાં તેમને ગૌરવ અનુભવાય છે.

મોદીએ કહ્યું, જ્યારે બંગાળમાં વાવાઝોડું આવ્યું, તો મેં દીદીને કેટલા ફોન કર્યા. પરંતુ, પોતાના અહંકારને લીધે તેમને વડાપ્રધાન સાથે વાત કરવાનું યોગ્ય ન લાગ્યું. કેન્દ્ર સરકાર અહીંયાન અધિકારીઓ સાથે વાત કરવા માંગતી હતી અને રાજ્યને મદદ કરવા માંગતી હતી, પરંતુ દીદીએ તે મીટિંગ કરવાની પણ ના પાડી દીધી.