Site icon Revoi.in

પરંપરામાં ફેરફારની શક્યતા, જાન્યુઆરીથી ડિસેમ્બરના નવા ફાઈનાન્શિયલ ઈયર પર વિચારણા

Social Share

હાલની સરકાર નાણાંકીય વર્ષના ફોર્મેટમાં સંપૂર્ણપણે ફેરફાર કરે તેવી શક્યતા છે. જો આમ થશે, તો નાણાંકીય વર્ષ ગણવાની તારીખ જ બદલાઈ જશે. સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલમાં દાવો કરાયો છે કે આ પરિવર્તન બાદ નાણાંકીય વર્ષની શરૂઆત જાન્યુઆરી માસથી થશે અને તેની સમાપ્તિ ડિસેમ્બરમાં થશે. એટલે કે નાણાંકીય વર્ષ કેલેન્ડર ઈયર પ્રમાણે થઈ જશે. હાલ ફાઈનાનશિયલ ઈયર એપ્રિલથી શરૂઆત અને માર્ચમાં સમાપ્તિ થાય છે.

ભારતમાં ગત 152 વર્ષોથી નાણાંકીય વર્ષ એપ્રિલથી માર્ચ ગણાય છે. મહત્વપૂર્ણ છે કે 2016માં પણ નાણાંકીય વર્ષની જાન્યુઆરીથી શરૂઆત કરવાની ચર્ચા કરવાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવા ફેરફારની તરફદારી કરી હતી. જો આમ થાત તો તે એક ઐતિહાસિક બદલાવ હોત. તેના પહેલા સરકાર બજેટને ફેબ્રુઆરીમાં રજૂ કરવાની જૂની પરંપરા બદલાઈ ચુકી છે. ગત વર્ષ કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ વચગાળાનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ જ રજૂ થવાનું છે. તેવામાં નાણાંકીય વર્ષને બદલવાનું પણ ઝડપથી એલાન થવાની શક્યતા છે.

આ ફીલ્ડ સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું માનવું છે કે જો નાણાંકીય વર્ષમાં ફેરફાર કરવામાં આવે છે, તો સામાન્ય જિંદગી પર તેની ઘણી વધારે અસર હશે. જો કે ટેક્સ પ્લાનિંગની દ્રષ્ટિએ આ મહત્વપૂર્ણ ફેરફાર હશે. મહત્વપૂર્ણ છે કે ખુદ વડાપ્રધાન મોદીએ જ્યારે આ વાત કહી હતી, ત્યારે તેમનો તર્ક હતો કે સમયના ખરાબ પ્રબંધનને કારણે ઘણી યોજનાઓ એટલી પ્રભાવી બની શકતી નથી કે જેટલી હોવી જોઈએ.

વચગાળાના બજેટ માટેની હલવા સેરેમની થઈ ચુકી છે. બજેટના દસ્તાવેજોનું પ્રિન્ટિંગ ચાલી રહ્યું છે. 25 જાન્યુઆરીએ નાણાં પ્રધાન અરુણ જેટલી પણ અમેરિકાથી પાછા દિલ્હી આવી જશે અને તેઓ જ વચગાળાનું બજેટ રજૂ કરે તેવી સંભાવના છે.

ભારતમાં નાણાંકીય વર્ષ પહેલી એપ્રિલથી 31 માર્ચ સુધીનું હોય છે. આ વ્યવસ્થા 1867માં શરૂ કરવામાં આવી હતી. આનો ઉદેશ્ય ભારતીય નાણાંકીય વર્ષનો બ્રિટિશ સરકારના નાણાંકીય વર્ષની સાથે તાલમેલ બેસાડવાનો હતો. તેના પહેલા ભારતમાં નાણાંકીય વર્ષ પહેલી મેથી શરૂ થઈને 30મી એપ્રિલ સુધી રહેતું હતું.