Site icon Revoi.in

લોકોના જીવનમાં આર્થિક ઉન્નતિ સહકારી ક્ષેત્રથી જ સાર્થક કરી શકાશેઃ સુરેશ પ્રભુ

Social Share

દેશના લોકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં સહકારી ક્ષેત્ર જ મહત્વનો રોલ અદા કરી શકે તેમ છે. લોકોના જીવનમાં આર્થિક ઉન્નતિ સહકારી ક્ષેત્રથી જ સાર્થક કરી શકાશે. મહાત્મા ગાંધીજીએ ચરખાના માધ્યમથી દેશમાં જાગૃતિ આણી હતી. સહકારી ક્ષેત્ર એ નિસ્વાર્થભાવે કામ કરનારૂ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં લેવાનું કશું જ નથી પણ આપવાનું જ હોય છે. તેમ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો.ઓપ.બેન્કના નવનિયુક્ત ચેરમેન જ્યોતિન્દ્રભાઈ મહેતાના યોજાયેલા સન્માન સમારોહમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને ખબર પડી કે મારા મિત્ર જ્યોતિન્દ્રભાઈ મહેતા અગ્રણી સંસ્થામાં ચૂંટાયા છે. મને આશ્વર્ય ન થયું. કારણ કે, જ્યોતિન્દ્રભાઈને વર્ષોથી જાણું છું. સાથે કામ કર્યું છે. હું રાજનીતિમાં આવ્યો અને તેઓ સહકારી ક્ષેત્રમાં જ રહ્યા. તેઓ ચૂંટાયા તે સન્માનિય નિર્ણય હતો કે એક સારા વ્યક્તિ સહકારી ક્ષેત્રનો હિસ્સો બન્યા. તેમના અનુભવથી સહકારી ક્ષેત્રે અર્થ વ્યવસ્થાને બળ મળશે. ગુજરાતે સબળ સપૂતોને દિલ્હી સંભાળવા મોકલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને ત્યારબાદ જ્યોતિન્દ્રભાઈને દેશની સેવા કરવા માટે મોકલ્યા છે. તેથી હું ગુજરાતનો આભાર માનું છું. દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં ગુજરાતનો ફાળો અનન્ય રહ્યો છે. મહાત્મા ગાંધીજીએ જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કર્યો હતો ત્યારે દેશને આઝાદ કરીને તેમના મનમાં અખંડ ભારત માતાનું ચિત્ર હતું. તે સમયે ટીવી નહતા. અખબારો પણ ગણ્યાગાંઠ્યા હતા. એવા સમયે પોતાના વિચારો ઘેર ઘેર પહોંચાડ્યા હતા. રેડિયો પણ બહુ ઓછા લોકો પાસે હતા.અને મારા કોકણ વિસ્તારમાં લોકો પોસ્ટ ઓફિસમાં રેડિયો સાંભળવા 30 કિ.મી ચાલીને જતા હતા. દરેક વ્યક્તિ જ્યાં પણ રહેતા હોય તે ગાંધીજી સાથે જોડાયેલા રહેતા હતા .નેતૃત્વ કેવું હોવું જોઈએ તે મહાત્માજીનું જીવન એક ઉદાહરણ છે.તેમણે ચરખાના માધ્યમથી લોકોમાં નવી ભાવના જાગૃત કરી હતી.દેશ જ્યારે સ્વાતંત્ર્ય થયો ત્યારે કપડાં પણ વિદેશથી આયાત કરવા પડતા હતા.પણ ચરખાના માધ્યમથી જ ગાંધીજી લોકોના દીલમાં વસ્યા હતા.આજે દેશના લોકોમાં નવી ચેતનાનો સંચાર કરે એવા લોકોની જરૂર છે. અને સહકારી ક્ષેત્ર જ આ માટે મોટુ માધ્યમ છે. સહકારી ક્ષેત્રના લાભ માટે આગેવાનો કામ કરે છે પણ કશું લેતા નથી.સહકારી ક્ષેત્ર એ લોક સેવાનું મંદિર છે. અને લોકોમાં સંસ્કારનું સિંચન પણ કરે છે. લોકજીવનમાં બદલાવ સહકારી ક્ષેત્રથી જ લાવી શકાશે. લોકોના જીવનમાં આર્થિક બદલાવની જરૂર છે. અને તે સહકાર ક્ષેત્રથી જ સાર્થક કરી શકાશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. અને કૃષિ ક્ષેત્રની ઉન્નતિ સહકારી ક્ષેત્રથી કરી શકાશે.

Exit mobile version