Site icon Revoi.in

ઉંચા આર્થિક વૃદ્ધિદર છતા રોજગાર આપવામાં રાષ્ટ્રીય સરેરાશથી પાછળ રહ્યા છે 12 મોટા રાજ્યો!

Social Share

નાણાંકીય વર્ષ 2017-18 દરમિયાન જીડીપીના વિકાસ દરમાં ઝડપથી વધારો કરનારા 12 મોટા રાજ્યો આનો ફાયદો રોજગાર સર્જનના મામલે ઉઠાવી શક્યા નથી.

ક્રિસિલ (સીઆરઆઈએસઆઈએલ)ના એક રિપોર્ટ મુજબ, આ રાજ્યોના જીડીપીમાં વધારે મુખ્યત્વે એવા ક્ષેત્રમાં થયો છે, જેમાં રોજગારના ઓછા અવસરો હોય છે. ક્રિસિલનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે જ્યારે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ માત્ર 2018માં જ 1.10 કરોડ નોકરીઓના સમાપ્ત થવાની વાત કહી છે.

સીએમઆઈઈના નવા આંકડાઓથી જાણકારી મળી છે કે ડિસેમ્બર-2018માં દેશમાં બેરોજગારીનો દર 7. ટકા સુધી પહોંચ્યો હતો. આ બેરોજગારીનો દર ગત પંદર માસમાં સૌથી વધારે છે.

આંકડા એમ પણ જણાવે છે કે 2018માં લગભગ 1.1 કરોડ નોકરીઓ ચાલી ગઈ હતી. સીએમઆઈઈએ આના માટે નોટબંધી (નવેમ્બર-2016) અને જીએસટી (જુલાઈ-2017)ને જવાબદાર ઠેરવ્યા છે.

ક્રિસિલ વિશ્લેષણ કરનારી એક વૈશ્વિક કંપની છે, તે રેટિંગ, સંશોધન અને રિસ્ક તથા નીતિ સલાહકાર સેવાઓ પ્રદાન કરે છે. ક્રિસિલે સોમવારે એમ પણ કહ્યું છે કે મોટાભાગના રાજ્યમાં આર્થિક વિકાસ રોજગાર સર્જનને અનુકૂળ રહ્યો નથી.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 11 રાજ્યોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ, નિર્માણ, વેપાર, હોટલ, પરિવહન અને સંચાર સેવાઓ જેવા રોજગાર કેન્દ્રીત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય દરની સરખામણીએ ઓછી ઝડપે વધારો થયો છે.

આ રિપોર્ટ મુજબ, ગત નાણાંકીય વર્ષમાં 12 રાજ્યનો આર્થિક વિકાસ દર રાષ્ટ્રીય દરની સરખામણીમાં વધારે રહ્યો છે. ક્રિસિલે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન ઓછી આવકવાળા રાચજ્યો તથા વધારે આવકવાળા રાજ્યોની વચ્ચે પ્રતિ વ્યક્તિ આવકની ખાઈ વધુ પહોળી બની છે.

આ રિપોર્ટ મુજબ, ગુજરાત, બિહાર અને હરિયાણામાં વધુ રોજગાર આપનારા ક્ષેત્રોનો વિકાસદર સૌથી વધારે રહ્યો હતો. રાજસ્થાન, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં તેનો વિકાસદર સૌથી ઓછો રહ્યો હતો. રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તરપ્રદેશ ગત ત્રણ વર્ષમાં ક્ષમતા વિસ્તરણના પ્રમાણમાં સૌથી ઉપર રહ્યા છે. આ રાજ્યોમાં આરોગ્ય, સિંચાઈ અને શિક્ષણ જેવા ક્ષેત્રો પર પુરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. ગુજરાત અને કર્ણાટક મોંઘવારી દર, વૃદ્ધિ અને મહેસૂલી ખાદ્યના મામલામાં સૌથી સારું પ્રદર્શન કરનારા ત્રણ ટોચના રાજ્યોમાં સામેલ છે. આ મામલે કેરળ અને પંજાબનો દેખાવ ખરાબ રહ્યો છે.