Site icon Revoi.in

વડોદરાના માંજલપુરમાં હાઉસિંગ બોર્ડની વસાહતોના 1200 પરિવારોને મકાનો ખાલી કરવા નોટિસ

Social Share

વડોદરાઃ ગુજરાતના મહાનગરોમાં વર્ષો પહેલા બંધાયેલી હાઉસિંગ બોર્ડની વસાહતોમાં મકાનો જર્જરિત બની રહ્યા છે. ત્યારે આવી વસાહતોનો સર્વે કરાવીને રિડેવલપમેન્ટની યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના બારસો મકાનોની હાલત જર્જરીત થતાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેનો સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો સર્વે કરાવવામાં આવ્યો હતો. એનો રિપોર્ટ આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશોને  જાણ કરી હતી. આથી મ્યુનિએ 1200 મકાનોને મકાનો ખાલી કરવા નોટિસ આપતા ગરીબ મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ગુજરાતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરામાં માંજલપુર વિસ્તારમાં આશરે 40 વર્ષ પહેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રહેણાંકની ત્રણ વસાહતો બનાવવામાં આવી હતી. આ મકાનો જર્જરિત બની ગયા છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ હાઉસિંગ બોર્ડ દ્વારા સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો સર્વે કરાવવામાં આવ્યો હતો. અને મકાનો જર્જરિત હોવાનો રિપોર્ટ મળ્યા બાદ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. આથી મકાનો ખાલી કરવાની 1200 મકાનધારકોને નોટિસ આપવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ માંજલપુર વિસ્તારમાં 35 થી 40 વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડએ માંજલપુર વિસ્તારમાં બાંધેલી મારુતિ ધામ, નિર્માણ પાર્ક અને પાર્થભૂમિ નામની ત્રણ વસાહતનો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સ્ટ્રકચરલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં આ મકાનો જર્જરીત થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી વડોદરા કોર્પોરેશનના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ મારુતિ ધામ નિર્માણ પાર્ક અને પાર્થ ભૂમિમાં રહેતા રહેતા 1200 પરિવારોને નોટિસ આપી મકાનો ખાલી કરવા સૂચના આપી છે. ત્રણેય વસાહતોનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે.