Site icon Revoi.in

14 કરોડ વર્ષ પહેલા ભૂમધ્ય સાગરમાં ડૂબેલો મહાટાપુ મળ્યો

Social Share

લગભગ 14 કરોડ વર્ષ પહેલા ભૂમધ્ય સાગરમાં ડૂબેલો એક મહાખંડ વૈજ્ઞાનિકોએ શોધી કાઢયો છે. ગ્રીનલેન્ડ જેટલા આ મોટા મહાટાપુનું નામ ગ્રેટર એડ્રિયા છે, જે ઉત્તર આફ્રિકાથી અલગ થઈને લગભગ 14 કરોડ વર્ષ પહેલા ભૂમધ્ય સાગરમાં ડૂબી ગયો હતો. ગોંડવાના રિસર્ચ જર્નલમાં આ મહીને પ્રકાશિત રિપોર્ટમાં આનો ખુલાસો થયો છે.

બ્રેખ્ત યુનિવર્સિટીમાં પ્રોફેસર ડેન વાન હિંસબર્ગેને કહ્યુ છે કે આ ટાપુ સંદર્ભે કંઈપણ જાણ્યા વગર દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં રજા ગાળવા આવે છે. તે લગભગ 20 કરોડ વર્ષ પહેલા ઉત્તર આફ્રિકાથી અલગ થયેલી મોટાભાગની પર્વતીય શ્રૃંખલાઓ જે એકલ મહાટાપુથી પેદા થઈ હતી. આ મહાટાપુ પર એકમાત્ર બચેલો હિસ્સો એક સ્ટ્રિપ છે, જે ઈટાલીના ટ્યૂરિયન શહેરથી તઈને એડ્રિયાટિક સાગર સુધી જાય છે. આ ક્ષેત્રને ભૂવૈજ્ઞાનિકો દ્વારા એડ્રિયા કહેવામાં આવે છે. માટે સંશોધકોએ તેને ગ્રેટર એડ્રિયા નામ આપ્યું છે.

સંશોધકો પ્રમાણે, ગ્રેટર એડ્રિયાનો મોટાભાગનો હિસ્સો પાણીની અંદર હતો. તેની સાથે છીછરો સમુદ્ર, પ્રવાળથી ઢંકાયેલો હતો. આની શિલાઓ બની. ધીરેધીરે આ શિલાઓ પર્વતીય શ્રૃંખલામાં બદલાઈ ગઈ. તેનાથી આલ્પ્સ, એપિનેન્સ, બાલ્કન, ગ્રીસ અને તુર્કીના પર્વતોનું નિર્માણ થયું.

તો જાન્યુઆરી-2017માં સંશોધકોએ સુપરકોન્ટિનેન્ટ ગોંડવાનાથી અલગ થયેલા આ મહાટાપુની શોધની ઘોષણા કરી હતી. જ્યારે આ મહીને અન્ય સંશોધકોએ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ડ્રિલિંગ દ્વારા જીલેન્ડિયાના ગુમ થયેલા મહાટાપુની ભાળ મેળવી હતી.