Site icon Revoi.in

21 વર્ષની વયે આર્યા રાજેન્દ્ર લેશે થિરવનંતપુરમના મેયરના શપથ, દેશની સૌથી યુવા મેયર

Social Share

થિરુવનંતપુરમ: રાજનીતિમાં યુવાઓ જેટલા વધારે જોડાશે એટલો દેશનો વિકાસ વધારે થશે. આ વાતનું જાગતુ ઉદાહરણ એટલે કે 21 વર્ષીય બી.એસ.સી વિદ્યાર્થિની આર્યા રાજેન્દ્ર કે જેઓ થિરુવનંતપુરમની મેયર  બનવા જઈ રહી છે.

મેયર તરીકે પદ સંભાળ્યા બાદ આર્ય રાજ્યની સૌથી યુવા મેયર બની જશે. આ સાથે જ આર્યા દેશમાં સૌથી યુવા વયે મેયર બનનારી વ્યક્તિ પણ બની જશે. આર્યા ચૂંટણી લડી હતી. તેણીએ તેની પ્રતિસ્પર્ધી શ્રીકલાને 2872 મતથી હાર આપી હતી. તેણી ચૂંટણીમાં પણ સૌથી યુવા ઉમેદવાર હતી. આર્યા થિરુવનંતપુરમ શહેરના મુદવનમુગલ વોર્ડમાંથી વિજેતા બની છે.

જો વાત કરવામાં આવે ઈતિહાસની તો આર્યા રાજેન્દ્રન્ પહેલા 2019માં કાવ્યા નામની યુવતી તેલંગાણાના જવાહર નગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર બની હતી.

ચૂંટણીમાં જીત બાદ પાર્ટીએ આ વખતે એવું નક્કી કર્યું હતું કે જે વિજેતા સૌથી યુવા હશે તેને મેયર બનવાનો મોકો મળશે. મેયર તરીકે નામની જાહેરાત બાદ આર્યાએ જણાવ્યું હતું કે, “મને પાર્ટી તરફથી જે નવી જવાબદારી સોંપવામાં આવી છે તેનો હું સ્વીકાર કરું છું અને હું મારી જવાબદારી બહું સારી રીતે નિભાવીશ.”આર્યા ઉપરાંત જમીલા શ્રીધરણ અને ગાયત્રી બાબુનું નામ પર મેયરપદની રેસમાં હતું. જોકે, પાર્ટીએ કાર્યકરો વચ્ચે સારો મેસેજ આપતા સૌથી યુવા વિજેતા ઉમેદવારની મેયર તરીકે પસંદગી કરી હતી.