Site icon Revoi.in

અંધશ્રદ્ધાને કારણે અપરાધ: ઝારખંડમાં 50 વર્ષની મહિલાને નગ્ન કરી જાહેરમાં માર મારી કરાવાઈ પરેડ

Social Share

50 વર્ષીય એક મહિલા પર જાદૂટોના કરવાનો આરોપ લગાવતા ઝારખંડના દુમકા જિલ્લાના મહેશ લિટ્ટી ગામના લોકોએ તેને નગ્ન કરી અને રવિવારે સાંજે જાહેરમાં તેને માર માર્યો હતો. પોલીસે આ મામલામાં સાત લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નગ્ન કરીને માર માર્યા બાદ આ પચાસ વર્ષીય મહિલાની મહેશ લિટ્ટી ગામમાં નગ્ન પરેડ કરવાની અમાનવીય ઘટના બાદ ઝારખંડની સરકાર અને પોલીસ તંત્રમાં ખળભળાટની સ્થિતિ છે.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ડીએસપી સંતોષ કુમારે કહ્યુ છે કે 50 વર્ષીય સોનાલાલ કિશ્કુ રવિવારે સવારે દુમકામાં એક રાજકીય રેલીમાં ભાગ લેવા માટે ગયા હતા. પરંતુ પાછા ફરતી વખતે તેઓ પોતાની બસની બેઠક પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

તેનું મોત શારીરિક બીમારીઓને કારણે થયું હતું. પરંતુ ગ્રામીણોનો આરોપ છે કે કિસ્કૂ જાદૂટોનાને કારણે મૃત્યુ પામ્યો હતો. મૃતકના મોટાભાઈની પત્નીને ડાકણ તરીકે રજૂ કર્યા બાદ ગ્રામીણોના એક જૂથે મહિલા, તેની પુત્રી અને તેની પૂત્રવધૂની પિટાઈ કરી હતી.

બાદમાં મહિલાને ગામમાં નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી હતી. મહિલાને તેની પુત્રી સાથે એક ઓરડામાં બંધ કરી દેવામાં આવી હતી. જો કે પોલીસ અધિકારીઓએ બાદમાં મહિલાઓને બચાવી લીધી હતી.

પોલીસનું કહેવું છે કે આ મામલામાં સાત આરોપીઓ વિરુદ્ધ આઈપીસી અને વિચ હન્ટિંગ એક્ટ-2001ની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ઝડપથી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.