Site icon Revoi.in

જૈશ-એ-મોહમ્મદનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફય્યાઝ શ્રીનગરથી એરેસ્ટ

Social Share

જૈશ-એ-મોહમ્મદનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફય્યાઝ અહમદ લોન આખરે પોલીસના હત્થે ચઢી ગયો છે. સ્પેશ્યલ સેલની ટીમે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. દિલ્હી પોલીસે આતંકવાદી ફય્યાઝની ધરપકડ કરી છે. આ આતંકવાદી પર બે લાખ રૂપિયાના ઈનામનું એલાન થયેલું હતું.

આતંકવાદી ફય્યાઝ અહમદ લોન જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાનો વતની છે. તેના પિતાનું ના અલી મોહમ્મદ છે. દિલ્હી પોલીસને આતંકી ફય્યાઝની ઘણાં સમયથી તલાશ હતી. જેના કારણે તેના પર બે લાખ રૂપિયું ઈનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું. સ્પેશયલ સેલની ટીમ સતત તેનું પગેરું દબાવી રહી હતી.

પોલીસની એફઆઈઆર સંખ્યા 07/07ના મામલામાં ફય્યાઝની તલાશમાં હતી. આ આતંકવાદીની ધરપકડ માટે દિલ્હીની હાઈકોર્ટે બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યા હતા. તેના કારણે તે 2015થી જ ફરાર ચાલી રહ્યો હતો.

દિલ્હી પોલીસના સ્પેશયલ સેલને તેના કાશ્મીરમાં છૂપાયા હોવાના ઈનપુટ્સ મળ્યા હતા. તેના આધારે સ્પેશયલ સેલે કુપવાડાના આતંકી ફય્યાઝ અહમદ લોનની શ્રીનગરથી ધરપકડ હતી. આતંકવાદીની પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.