Site icon Revoi.in

દિલ્હીમાં સેવાઓના નિયંત્રણનો કેસ: દિલ્હી સરકારે લાર્જર બેન્ચને કેસ મોકલવા સુપ્રીમ કોર્ટને કર્યો આગ્રહ, સીજેઆઈ બોલ્યા-જોઈએ

Social Share

દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ પર વિવાદના મામલામાં દિલ્હી સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો છે. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે આ મામલાને લાર્જર બેન્ચને મોકલવામાં આવે. જો કે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ છે કે જોઈએ છીએ.

મહત્વપૂર્ણ છે કે ગત મહીનાની મધ્યમાં રાજધાની નવી દિલ્હી સર્વિસિસ, અધિકારીઓની બદલીઓ અને પોસ્ટિંગ કરવા તથા એસીબીની રચનાના અધિકારના મામલામાં સુપ્રીમ કોર્ટને ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે આ મામલાઓમાં ચુકાદો આપતા કહ્યુ હતુ કે એસીબી તપાસ અને ટ્રાન્સફર પોસ્ટિંગ કેન્દ્ર સરકાર પાસે જ રહેશે અને સર્વિસિસના મામલાને ત્રણ જજોની ખંડપીઠ પાસે મોકલવામાં આવશે.

દિલ્હી સરકારે ખંડપીઠ સમક્ષ આ મામલાને ઉઠાવતા તેમા ઝડપથી ચુકાદો આપવાનો આગ્રહ કર્યો હતો. દિલ્હી સરકારે ખંડપીઠને કહ્યું હતું કે ચુકાદો ઝડપથી ફરમાવવામાં આવે, કારણ કે પ્રશાસન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ગત વર્ષ બંધારણીય ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે દિલ્હીમાં પોલીસ, કાયદો-વ્યવસ્થા અને જમીનને છોડીને ઉપરાજ્યપાલ દિલ્હી સરાકરના કોઈપણ અન્ય કામકાજમાં દખલગીરી કરી શકશે નહીં.