Site icon Revoi.in

અફઘાનિસ્તાનના હેરાત-કંદહાર હાઈવે પર બોમ્બ વિસ્ફોટમાં 34ના મોત

Social Share

અફઘાનિસ્તાનમાં બુધવારે પ્રચંડ વિસ્ફોટ થયો છે. હેરાત-કંદહાર હાઈવે પર થયેલા વિસ્ફોટમાં 34 લોકોના મોતના અહેવાલ છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ટોલો ન્યૂઝ દ્વારા આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે.

એક આવો જ વિસ્ફોટ રવિવારે પણ થયો હતો. તેમા 20 લોકોના મોત નીપજ્યા હતા. અફઘાનિસ્તાનમાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનારી ઉપરાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવારને કાબુલ ખાતેના કાર્યાલય પર થયેલા આત્મઘાતી હુમલામાં20 લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અફઘાન પ્રશાસને સોમવારે આની જાણકારી આપી છે. આ કાર વિસ્ફોટ રવિવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ભૂતપૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ અમરુલ્લાહ સાલેહના કાર્યાલય પાસે થયો હતો. સાલેહ 28 સપ્ટેમ્બરે થનારી ઉપરાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ઉમેદવાર હોવાની સાથે અશરફ ઘનીના સાથીદાર પણ છે.

ત્રણ અન્ય હુમલાખોર ચાર માળની ઈમારતમાં ઘણાં કલાકો સુધી છૂપાયેલા રહ્યા અને તેમને ત્યાંથી કાઢવા માટે સુરક્ષાદળોએ એક અભિયાન પણ ચલાવ્યું હતું. આ અભિયાન મધરાત સુધી ચાલ્યું હતું. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીએ ન્યૂઝ એજન્સી એફેને કહ્યુ છે કે આ હુમલામાં 20 લોકોના મોત અને અન્ય 50 લાકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકોમાં ચાર સુરક્ષાકર્મીઓ પણ સામેલ છે.