Site icon Revoi.in

# Mayday: 7 વર્ષ બાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણ સાથે કામ કરતા નજરે પડશે

Social Share

મુંબઈ: સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અજય દેવગણના ફેંસ માટે સારા સમાચાર છે. અમિતાભ બચ્ચન અને અજય દેવગણ ફિલ્મ #Mayday માં સાથે કામ કરતા નજરે પડશે. આ મૂવીને અજય દેવગણ ખુદ ડાયરેકટ અને પ્રોડ્યુસ કરશે. તેનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં હૈદરાબાદમાં શરૂ થશે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વિટર પર કહ્યું હતું કે,અમિતાભ બચ્ચનને #Mayday માં અજય દેવગણ પડદા પર લાવશે. અજય ખુદ આ ફિલ્મમાં પાયલોટની ભૂમિકા ભજવશે. અન્ય પાત્રોની પસંદગી કરવાનું બાકી છે. અજય ખુદ ફિલ્મ બનાવશે અને દિગ્દર્શન કરશે. પહેલા શિડ્યુલનું શૂટિંગ હૈદરાબાદમાં ડિસેમ્બર મહિનાથી શરૂ થશે.

અજય અને અમિતાભ લગભગ 7 વર્ષ પછી એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. બંનેએ ‘મેજર સાબ’, ‘સત્યાગ્રહ’ અને ‘ખાકી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

વર્ક્રફંટ વિશે વાત કરીએ તો અજય દેવગણ છેલ્લે તાનાજી: ધ અનસંગ વોરિયરમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. દિવાળી પછી અજય તેની આગામી ફિલ્મ ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું શૂટિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભુજનું શૂટિંગ પૂરું થયા બાદ તે ડિસેમ્બરમાં #Maydayનું શૂટિંગ શરૂ કરશે.

તો બીજી તરફ,અમિતાભ બચ્ચન આ દિવસોમાં કૌન બનેગા કરોડપતિ 12ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે છેલ્લે આયુષ્માન ખુરાના સાથે ગુલાબો-સીતાબોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રીલીઝ કરવામાં આવી હતી. તેની ત્રણ ફિલ્મો ‘બ્રહ્માસ્ત્ર’, ‘ચેહરે’ અને ‘ઝુંડ’ રિલીઝ થવાની છે. થોડા સમય પહેલા અમિતાભે ‘બાહુબલી’ ફેમ પ્રભાસ અને દીપિકા પાદુકોણની મુખ્ય ભૂમિકા સાથે એક ફિલ્મ સાઇન કરી હતી. આ ફિલ્મનું ટાઈટલ હજી નક્કી થયું નથી.

_Devanshi