Site icon Revoi.in

અક્ષય કુમારની કોરોના મહામારીમાં શૂટ થનારી પહેલી ફિલ્મ ‘બેલ બૉટમ’ એ બનાવ્યો રેકોર્ડ

Social Share

અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમ એ વિશ્વની પ્રથમ ફિલ્મ છે, જેનું શૂટિંગ લોકડાઉન દરમિયાન શરૂ થયું હતું અને લોકડાઉનમાં જ સમાપ્ત પણ થયું છે, ફિલ્મની કાસ્ટ અને ક્રૂ લંડન ગયા હતા અને 30 સપ્ટેમ્બરે જ આ શૂટિંગ પૂરું કર્યું.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેમના ડિસિપ્લીનને  માટે ખુબ જ જાણીતા છે. અક્ષય એક વર્ષમાં બીજા  અભિનેતાઓ કરતા વધુ ફિલ્મોનું શૂટિંગ પૂરું કરે છે અને તેમાંથી મોટાભાગની બોક્સ ઓફિસ પર સફળ રહે છે. જો કે, આ વખતે તેમણે લોકડાઉનમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ડિસિપ્લીન માટે જાણીતા છે. અક્ષય એક વર્ષમાં બીજા ઘણા અભિનેતાઓ કરતા વધુ ફિલ્મોનું શૂટિંગ પૂરું કરી દે છે અને તેમાંથી  મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહે છે.જો કે, આ વખતે તેમણે લોકડાઉનમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે.

અક્ષય કુમાર છેલ્લા 18 વર્ષમાં દિવસના 8 કલાક કાર્ય કરે છે,જો કે આ વખતે લોકડાઉનમાં કેટલાક મહિનાઓ સુધી કામ બંધ રહેવા છત્તા તેમણે કામ શરુ રાખ્યું અને તેમના કામના કલાકો વધારી દીધા, ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે હવે અક્ષય કુમાર એ પહેલા એક્ટર બન્યા છે કે જેમણે લોકડાઉનમાં ડ પોતાનું કાર્ય શરુ કર્યું અને લોકડાઉનમાં જ પુરુ કર્યું.

અક્ષયે આ ફિલ્મને સ્કોટલેન્ડમાં રેપઅપ છે. નિર્માતાઓએ ફિલ્મના રેપઅપની ઘોષણા કરીને એક નવું પોસ્ટર બહાર રિલીઝ કર્યું છે. બેલ બોટમ એ વિશ્વની પહેલી ફિલ્મ છે, જેનું શૂટિંગ લોકડાઉનથી શરૂ થયું હતું અને લોકડાઉનમાં જ સમાપ્ત થયું .

ફિલ્મના શૂટિંહ પુરુ થવાને લઈને અક્ષયે કહ્યું કંઈક આવું

પેનેડેમિક દરમિયાન શૂટિંગ પૂરું કરવા બાબતે અક્ષયે કહ્યું, “આ એક ટીમ વર્ક છે અને હું ટીમના દરેક સભસ્યોનો આભાર માનુ છું, સ્પોટ દાદાથી લઈને લાઇટ દાદા, ટેક્નિશિયન, મેકઅપ દાદા અને મારી કોસ્ટાર વાણી, લારા, હુમા અને દિગ્દર્શક રણજીત અને વસુજી. દરેક ટીમના સભ્યનો ખૂબ આભારી છું સાથે સાથે પ્રોડક્શન ટીમનો પણ આભાર  કે જેણે અમારી આઈડીયા પર વિશ્વાસ કર્યો છે.આ ન્યૂ નોર્મલએ આપણાને એક અલગ ઢંગથી વિચારવાની તાકાત આપી છે,જે રીતે અમારામાંથી કોઈએ કલ્પના પણ નહોતી કરી. ”

 

સાહીન-