Site icon Revoi.in

ટ્વીટર બાદ હવે આ કંપની ટિકટોક ખરીદવાની રેસમાં

Social Share

ટિકટોકની ખરીદી માટે અગાઉ માઇક્રોસોફ્ટ એકલું જ આગળ આવ્યું હતું. ત્યારબાદ ટ્વીટરે પણ ટિકટોક ખરીદવામાં રસ દાખવ્યો હતો… હવે ટિકટોક ખરીદવાની રેસમાં ઓરેકલ કંપની ઉતરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઓરેકલના વખાણ કરી ચૂક્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકી સોફ્ટવેર કંપની ઓરેકલ ચીની વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકના અધિગ્રહણને સંભાળવામાં સક્ષમ હશે. ઓરેકલ એક શાનદાર કંપની છે… મને લાગે છે કે ઓરેકલમાં નિશ્ચિત રીતે કોઈ એવું હશે કે તેને સંભાળી શકતું હશે. ઉલ્લેખનીય છે કે, ઓરેકલના કો-ફાઉન્ડર અને ચેરમેન લેરી એલિસન સરેઆમ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરે છે.

રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનાં કારણે ટ્રમ્પે અમેરિકામાં ટિકટોકના ઓપરેશનસને અન્ય કોઈ અમેરિકી કંપનીને વેચી દેવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો આ તારીખ સુધી ટિકટોક પોતાનો અમેરિકાનો કારોબાર કોઈ અમેરિકન કંપનીને નહીં વેચે તો અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લાગી જશે. તો ભારતમાં પણ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ટિકટોકને ખરીદી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

_Devanshi