Site icon Revoi.in

પુલવામા ટ્રિબ્યુટ વીડિયો: અમિતાભ-રણબીર સાથે જોડાઈ ઐશ્વર્યા, શૂટ કર્યું સોંગ

Social Share

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદતને સલામ કરવા માટે CRPFએ બોલિવુડ સેલેબ્સ સાથે મળીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. તે માટે CRPFએ રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, આમિર ખાન અને કાર્તિક આર્યનની સાથે ગીત ‘તૂ મેરા દેશ’ શૂટ કર્યું હતું. હવે ઐશ્વર્યા રાય બચ્ચને પણ આ ગીત માટે શૂટ કર્યું છે.

https://twitter.com/HAPPYPRODINDIA/status/1134464240683642881

આ સ્પેશિયલ ગીત પુલવામાના શહીદ જવાનોની યાદમાં છે. સોંગનું ટાઇટલ છે ‘તૂ દેશ હૈ મેરા’. હેપ્પી પ્રોડક્શન ઇન્ડિયાએ ટ્વિટર અકાઉન્ટ પર ઐશ્વર્યા રાયનો ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેમણે લખ્યું- ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં જ પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતું ગીત ‘તૂ દેશ હૈ મેરા’નું શૂટિંગ કર્યું. રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, આમિર ખાન અને કાર્તિક આર્યન પહેલા જ આ ગીતનું શૂટિંગ પૂરું કરી ચૂક્યા છે.

રિપોર્ટ્સ પ્રમાણે, આ ગીત માટે 14 સ્ટાર્સનો અપ્રોચ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના આશરે 40 જવાન શહીદ થયા હતા. પાકિસ્તાનની આ નીચ હરકત હજુ પણ દેશવાસીઓની આંખોમાં આંસૂ લાવી દે છે.

Exit mobile version