Site icon Revoi.in

ભારતીય મૂળની કાર્યકર્તાએ બેજોસને કહ્યું- જાનવરોનું શોષણ બંધ કરો, સુરક્ષાગાર્ડે મહિલાને બહાર કાઢી

Social Share

એક ભારતીય અમેરિકન એનિમલ વેલ્ફેર વર્કરે અમેઝનના સીઈઓ અને સંસ્થાપક જેફ બોજોસને સ્ટેજ પર જઈને અચાનક ટોક્યા હતા. કાર્યકર્તાએ બેજોસને ચિકન ફાર્મ માટે કંઈક કરવા માટે જણાવ્યું છે. બેજોસ અમેઝન ફર્સ્ટ માર્ક્સ નામની કોન્ફરન્સમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા.

ત્યારે કેલિફોર્નિયા ખાતે કેનોટ સેશનમાં અચાનક 30 વર્ષીય પ્રિયા સોહેની સ્ટેજ પર આવીને બૂમો પાડવા લાગી હતી. તેમણે બેજોસને કહ્યુ કે તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છો. તમે અમેઝનના પ્રમુખ છો અને જાનવરોની મદદ કરી શકો છો. પ્રિયાએ કહ્યું છે કે તેઓ અમેઝનના ચિકન ફાર્મમાં ગયા હતા. તે બેજોસ પર બૂમો પાડતા બોલી હતી કે જાનવરોની સાથે શોષણ કરવાનું બંધ કરો.

પ્રિયા જેવી બેજોસ પર બૂમો પાડવા લાગી કે ત્યાં ઉભેલા સિક્યોરિટી ગાર્ડ ત્યાં પહોંચ્યા અને તેને બહાર કાઢવા લાગ્યા. હાથમાં સફેદ ગુલાબ અને કોન્ફરન્સનો બેચ લઈને આવેલી પ્રિયા ડાયરેક્ટ એક્શન એનીવેયરમાં કામ કરે છે. તે 2013માં સેન ફ્રાંસિસ્કોમાં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી એ વાતની જાણકારી નથી કે પ્રિયાની ધરપકડ કરવામાં આવી છે કે નહીં.

અમેઝન સીધું ચિકન ફાર્મનું માલિક નથી અને ન તો તેને સંચાલિત કરે છે. પરંતુ તે એ આપૂર્તિકર્તાઓ પાસેથી ચિકન માંસ ખરીદે છે જે સીધા ડીએક્સઈ કાર્યકર્તાઓને પ્રભાવિત કરે છે. મહત્વપૂર્ણ છે કે આ મહીનાની શરૂઆતમાં એક અન્ય પશુ કાર્યકર્તાએ સ્ટેજ પર આવીને ડેમોક્રેટિક પાર્ટીના નેતા કમલા હેરિસના હાથમાંથી માઈક છીનવી લીધું હતું. હેરિસ સેન ફ્રાંસિસ્કોમાં એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા.