Site icon Revoi.in

USના વિઝા માટે અપ્લાય કરો છો ? તો પહેલા ચેક કરી લેજો સોશિયલ મીડિયા અકાઉન્ટસ

Social Share

યુએસ ગવર્મેન્ટે વિઝાના નિયમોમાં કર્યો છે ફેરફાર

વિઝાના ફોર્મ સાથે હવે સોશિયલ મીડિયા લીંક પણ આપવી પડશે

હવે વિઝા પહેલા ચેક થશે પોતાની પર્સનલ ઈન્ફોર્મેશન

જી હા, આપણે પહેલા જ્યારે યુએસ જવાનું વિચારતા હતા તો માત્ર આપણે વિઝા અપ્લાયનું ફોર્મ ભરતા હતા અને વિઝાના ઈન્ટરવ્યું માટે જતા હતા ત્યાર બાદ જો ઈન્ટરવ્યુંમાં પાસ થયા એટલે વિઝાનો સિક્કો પાસપોર્ટ પર લાગી જતો હતો આ સિવાય કોઈ બીજી પ્રોસેસ કરવાની જરુર નહોતી પડતી.

ત્યારે હેવ ધણા સ્ટૂડન્ટસ યુએસ જવા માટે પહેલા તો પોતાના અકાઉન્ટસને બરાબર રીતે ચેક કરી રહ્યા છે ,કે ક્યાક કઈક જુઠી ઈન્ફોર્મેશન તો પોસ્ટ નથી કરી ને! હવેથી દરેક સ્ટૂડન્ટ એલર્ટ થઈ ગયા છે પોતાના સોશ્યલ મીડિયા પર કોઈ પણ પ્રકારની જૂઠી માહિતી કે પછી આડી અવળી પોસ્ટ શેર કરી છે તો તમને વિઝા મળતા અટકી શકે છે.

આ જુન મહિનામાં બનેલા નિયમ મુજબ જો તમે કાઈપણ પ્રકારના અમેરીકાને લઈને મીમ શેર કર્યા અથવા તો અપશબ્દો વાળી પોસ્ટ મુકી છે તો હવે તમે યુએસ હોમ ડિપાર્ટમેન્ટની નજરમાં આવી જતા તમારુ યુએસ જવાનું સપનું સપનું જ રહી જશે.આ નવા નિયમ મુજબ હવે ઈમેલ આઈડી, મીડિયા અકાઉન્ટસની લીંક તમારે વિઝા ફોર્મની સાથે આપવી પડશે, હવે તમારું યુએસ જવું કે ન જવું તે નક્કી તમારુ સોશિયલ મીડિયા કરશે.