Site icon Revoi.in

યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આતંકી હુમલો

Social Share

દિલ્લી:  યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આતંકી હુમલો થયો હોવાના અહેવાલ છે. અહીંનો નજારો 26/11 ના મુંબઈ હુમલા જેવો લાગ્યો. અહીં શહેરના 6 જુદા – જુદા સ્થળોએ બંદૂકધારીઓ શેરીઓમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા. હુમલો એ વખતે થયો જયારે સોમવારે લોકો લોકડાઉન લાદતા પહેલા કાફે અને રેસ્ટોરેન્ટમાં મસ્તી કરતા નજરે પડ્યા હતા. તે દરમિયાન બંદૂકધારીઓ ગોળીઓ ચલાવવા લાગ્યા. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, તે આતંકવાદી હુમલો હતો, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં એક હુમલાખોર સામેલ છે. જયારે 15 ઘાયલ થયા હતા.

ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબેસ્ટિયન કુર્ઝે ગોળીબારના કલાકો પછી કહ્યું હતું કે, “અમે સંઘીય રાજધાનીમાં એક ધૃણિત આતંકી હુમલાનો ભોગ બન્યા છીએ, જે હજી પણ ચાલુ જ છે. તેમણે કહ્યું હતું કે, ગુનેગારોમાંથી એકને તટસ્થ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા ગુનેગારો હજી સક્રિય છે. અમને લાગે છે કે, તેઓ સ્વચાલિત શસ્ત્રોથી સજ્જ છે. તેથી તેઓ ખૂબ સારી રીતે તૈયાર હતા. ”

પોલીસે જણાવ્યું કે, રાત્રે 8 વાગ્યા પછી અનેક રાઉન્ડ ફાયર થયા હતા. શહેરના કેન્દ્રમાં ચહલ પહલ વાળા માર્ગ પર ફાયરિંગ થયું હતું. સોશિયલ મીડિયા પરના ચકાસાયેલા ફૂટેજમાં બંદૂકધારી સડકો પર ફરતા દેખાય છે.

અન્ય એક ટ્વિટમાં વિયેના પોલીસે લોકોને આ હુમલા અંગે સાવધાન રહેવાનું કહ્યું છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવા સાથે પોલીસે અફવાઓથી પણ દૂર રહેવા જણાવ્યું છે. પોલીસે લખ્યું, “કૃપા કરીને પીડિતોની કોઈ અફવાઓ, આક્ષેપો, અટકળો અથવા પુષ્ટિ વિનાની સંખ્યા તરફ ધ્યાન આપશો નહીં – તે કોઈ પણ રીતે મદદ કરતું નથી! અંદર રહો! આશ્રય લો, સાર્વજનિક સ્થળોથી દૂર રહો.”

_Devanshi