Site icon Revoi.in

BCCIએ હાર્દિક-રાહુલને ફટકાર્યો દંડ, 10 જવાનોની પત્નીઓને 1-1 લાખ રૂપિયા આપવાનો આદેશ

Social Share

મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના લોકપાલ ડીકે જૈને બંને ખેલાડીઓને ડ્યૂટી પર જીવ ગુમાવનારા અર્ધસૈનિક દળોના 10 જવાનોના પરિવારને 1-1 લાખ રૂપિયા આપવા જણાવ્યું છે. સાથે જ દ્રષ્ટિબાધિત ક્રિકેટના વિકાસ માટે બનાવવામાં આવેલા ફંડમાં 10 લાખ રૂપિયા જમા કરવાના પણ આદેશ આપ્યા.

ઉલ્લેખનીય છે કે હાર્દિક અને રાહુલે કરણ જોહરના ચેટ શૉ ‘કોફી વિથ કરણ’માં મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. પંડ઼્યાએ શૉ દરમિયાન ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પંડ્યાની ટીકા થઈ હતી.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પછી પંડ્યાએ પોતાની સફાઈમાં કહ્યું હતું, “હું શૉના નેચરમાં ખોવાઈ ગયો હતો.” તેણે ટ્વિટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે તેનો ઇરાદો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. તેણે કહેલું કે મારા નિવેદનથી જેની પણ લાગણીઓ દુભાઈ છે હું તે તમામની માફી માંગવા ઇચ્છું છું.

Exit mobile version