Site icon Revoi.in

ભારતીય એરસ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની લાશો બાલાકોટથી ખૈબર પખ્તૂનખ્વાં મોકલાઈ: રિપોર્ટ

Social Share

બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પો પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક દરમિયાન માર્યા ગયેલા આતંકવાદી મામલે હવે ત્યાંના લોકો પુષ્ટિ કરી રહ્યા છે. આતંકવાદીઓના માર્યા જવાના તમામ દાવાઓને પાકિસ્તાન સતત નામંજૂર કરી રહ્યું છે.

ગિલગિટના એક કાર્યકર્તાએ દાવો કર્યો છે કે ઉર્દૂ મીડિયામાં અહેવાલ આવ્યો હતો કે ભારતની આતંક વિરોધી એરસ્ટ્રાઈકમાં માર્યા ગયેલાઓની લાશો બાલાકોટથી ખૈબર પખ્તૂનખ્વાં અને પાકિસ્તાનના ટ્રાઈબલ વિસ્તારોમાં મોકલવામાં આવી હતી.

અમેરિકામાં રહેતા ગિલગિટના એક એક્ટિવિસ્ટ સેંગ હસનાન સેરિંગે ટ્વિટ કરીને એક વીડિયો શેયર કર્યો છે. જેમાં ગિલગિટના એક્ટિવિસ્ટ સેંગ હસનાન સેરિંગે જણાવ્યુ છે કે પાકિસ્તાનના સૈન્ય અધિકારીએ બાલાકોટમાં ભારતીય એરસ્ટ્રાઈક દરમિયાન બસ્સોથી વધારે માર્યા ગયાલે આતંકીઓને કથિતપણે શહીદ ગણાવ્યા છે. અધિકારીએ આતંકવાદીઓને મુજાહિદ ગણાવતા અલ્લાહ પાસેથી મળેલી વિશેષ સોગાદની વાત જણાવી છે અને તેમણે પાકિસ્તાનની સરકાર માટે દુશ્મન વિરુદ્ધ કામ કરનારા ગણાવીને તેમના પરિવારોને લાશો સોંપી દીધી.

સેરિંગે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ છે કે હું સંપૂર્ણપણે સુનિશ્ચિત નથી કે આ વીડિયો કેટલો પ્રામાણિક છે. પરંતુ બાલાકોટમાં થયેલી ઘટનાઓ પર પાકિસ્તાન નિશ્ચિતપણે ઘણી મહત્વપૂર્ણ બાબતો છૂપાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીયની સાથે સ્થાનિક મીડિયાને પણ ઘટનાસ્થળે જવા દેવામાં આવ્યું નથી. પાકિસ્તાન સતત દાવો કરી રહ્યું છે કે સ્ટ્રાઈક થઈ અને તેના જંગલ વિસ્તાર તથા કેટલાક ખેતરોને નુકસાન થયું હતું. પરંતુ પાકિસ્તાન માટે આટલા લાંબા સમય સુધી વિસ્તારની ઘેરાબંધી કરવી અને આંતરરાષ્ટ્રીય મીડિયાને ત્યાંની સ્થિતિ પર સ્વતંત્રપણે નહીં જવા દેવાનું કોઈ કારણ નથી.

તેમણે કહ્યુ છે કે ઠીક આ જ સમયે, જૈશ-એ-મોહમ્મદે દાવો કર્યો છે કે તેની મદરસા ત્યાં છે. તે વખતે ઉર્દૂ મીડિયામાં રિપોર્ટ આવ્યો હતો કે હુમલાના બીજા દિવસે અથવા કેટલાક દિવસો બાદ કેટલીક લાશોને બાલાકોટથી ખૈબર પખ્તૂનખ્વાં અને આદિવાસી વિસ્તારોમાં મોકલવામાં આવી હતી. માટે આ વાતના ઘણાં પુરાવા છે કે જેનાથી કોઈપણ અનુમાન લગાવી શકે છે કે ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક સફળ હતી અને પાકિસ્તાન પોતાના પક્ષને સાબિત કરી શક્યું નથી, કારણ કે તેણે આંતરરાષ્ટ્રીય મીડિયા અને રાષ્ટ્રીય મીડિયાને ઘટનાસ્થળે જવા દીધું નથી.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલાનો જવાબ આપતા ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પર એરસ્ટ્રાઈક કરી હતી. બાદમાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ હતી. જો કે ભારતીય વાયુસેનાએ હજી સુધી કેટલા આતંકવાદીઓ માર્યા ગયા તેની સંખ્યા અથવા અન્ય બાબતો સંદર્ભે કોઈ પુષ્ટિ કરી નથી.

પુલવામા હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદે તેની જવાબદારી લીધી હતી. પાકિસ્તાન સતત આતંકવાદીઓના માર્યા જવાના દાવાઓને રદિયો આપી રહ્યું છે.