Site icon Revoi.in

બોલિવૂડ સ્ટાર સોનુ સૂદને UNDP અવોર્ડ એનાયત – પ્રિયંકા ચોપરાએ કર્યા વખાણ

Social Share

કોરોના વાયરસની મહામારી દરમિયાન લોકડાઉન કરવાની ફકરજ પડી હતી,ત્યારે હજારો લોકોની મદદ કરનાર સોનૂ સૂદ સતત ચર્ચામાં આવ્યા છે. અનેક લોકો હજી પણ કોઈ પ્રકારની મદદ માટે તેમનો સંપર્ક કરી રહ્યાં છે, બીજી તરફ, તેમના સારા કાર્યના દરેક જગ્યાઓ પર વખાણ થઈ રહ્યા છે.આ  દરમિયાન, યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) એ સોનૂ સૂદને સ્પેશિયલ હ્યૂમેનેટેરિયન એવોર્ડથી નવાજ્યો છે. આ અંગે પ્રિયંકા ચોપરાએ અભિનેતાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરીને લખ્યું કે, સોનૂ સૂદ તમને અભિનંદન, તમે આ ડિઝર્વ કરો છો, તમે ભગવાન માટે કાર્ય કરો છો, જે ખુબ જ પ્રભાવિત કરે છે,તમે જે કંઈ કરી રહ્યો છો તે માટે તમારો આભાર

અભિનેતા સોનુ સૂદે તે અંગે લખ્યું કે – પ્રોત્સાહન વઘારતા શબ્દો માટે પ્રિયંકા ચોપરાનો આભાર. તમે લાખો લોકો માટે પ્રેરણા છો, હું તેમાંથી એક છું. વિશ્વને પ્રેરણા આપવાનું ચાલુ રાખો કારણ કે તમે વાસ્તવિક હિરો છો, ઘણા બધો પ્રેમ છો.

સોમવારના રોજ યુએનડીપી દ્વારા સોનૂ સૂદનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બાબતે તેમણે કહ્યું હતું કે- આ એક સન્માનની વાત છે. યુ.એન. તરફથી આની નોંધ લેવી ખૂબ જ વિશેષ છે. મારી પાસે જે હતું તેના દ્વારા મેં કંઈક કરવાનો પ્રયત્ન કર્યો હતો. સોનુ સૂદ પહેલા પ્રિયંકા, એન્જેલીના જોલી, ડેવિડ બેકહામ, લિયોનાર્ડિયો ડીકપ્રિયો, એમા વાટસેન, લિએમ નીસન, કેટ બેન્ચેલેટ, એટોનિયો બેન્ડર્સ જેવી હસ્તીઓને પણ આ સન્માન મળી ચૂક્યું છે.

સાહીન-

 

Exit mobile version