Site icon Revoi.in

બ્રાઝીલની જેલમાં ખૂની ખેલઃ57ના મોત,16 કેદીઓના માથા કાપવામાં આવ્યા!

Social Share

બ્રાજીલની જેલમાં લાશોના ઢગલા

14 કેદીઓના માથાને ધડથી કાપવામાં આવ્યા

જેલમાં રચાયો ખૂની ખેલ

બે જુથ વચ્ચેની હિંસાએ 57 કેદીઓના જીવ લીધા

41 લોકોના મોત આગમાં શ્વાસ રુંધાવાના કારણે થયા

જેલની અંદરનું દ્રશ્ય લોહીથી લથબથ

એક બાજુ ધડ તો બીજી બાજુ માથા

બ્રાઝીલમાં દીલ હચમચાવી મુકનારી એક ઘટના સામે આવી છે, બ્રાઝિલની જેલમાં જ્યારે હિંસાનો અંત આવ્યો ત્યારે જેલની અંદરના દ્રશ્યો દીલને હચમચાવી મુકનાર હતા. જેને જોઈને કોઈનું પણ હ્રદય કાંપી ઉઠે, જેલમાં થયેલી હિંસામાં 16 કેદીઓના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા તો સાથે સાથે એક જુથ દ્વારા જેલના એક ભાગમાં આગ લગાવવામાં આવતા દમ ઘૂંટવાના કારણે 41 કેદીઓના મોત થયા હતા.

બ્રાઝીલની સરકારે  જાણકારી આપી છે કે ,બ્રાઝીલની જેલમાં ખૂની હિંસા જોવા મળી હતી બે જુથ વચ્ચે થયેલી  હિંસામાં 57 કેદીઓએ જીવ ગુમાવ્યા છે, સમાચાર એજન્સી આઈએએનએસ એ બ્રાઝીલના મિડિયા મારફત જણાવ્યું કે સમગ્ર ઘટના બ્રાઝીલના ઉત્તર પ્રાંત પારામાં એક જેલમાં સોમવારના રોજ બની હતી જે હિંસાએ 57 કેદીઓના જીવ લીધા હતા.

એક રિપોર્ટ મુજબ પારાની રાજધાની બેલેમથી અંદાજે 850 કિલો મીટર દુર આવેલા અલેટામીરા જેલમાં લગભગ સતત પાંચ કલાક સુધી ડર ને હિંસાનો માહોલ જામ્યો હતો આ હિંસાએ આકપુ સ્વરુપ ઘારણ કરતા છેવટે લેના , સ્થાનિક પોલીસ અને બીજી એજન્સીઓના સહયોગથી આ હિંસા પર કાબુ મેળવાવાના પ્રયત્નો કરવામાં વ્યો હતો ત્યારે  હિંસાને રોકી શક્યા હતા.

જ્યારે  હિંસાનો અંત આવ્યો ત્યાર બાદનું જે દ્રશ્ય હતું જે જોતા સૌ કોઈની આંખો ભીની થઈ જાય, જેલની અંદરનું દ્રશ્ય લોહીથી લથબથ હતું જેમાં 14 કેદીઓના તો માથા કાપી નાખવામાં આવ્યા હતા આ માથા કેદીઓના ઘડથી અલગ પડેલા જોવા મળતા સૌ કોઈનું કાળજુ કાંપી ઉઠે તેવું  ભયાનક આ દ્રશ્ય હતું. ત્યારે અન્ય 412 કેદીઓ આગની ગુંગળામણથી મોતને ભેટ્યા હતા.

જેલ અધિકારીના કહ્યા મુજબ જેલના ક ભાગમાં કેદીઓ નાસ્તા માટે બેસ્યા હતા .ત્યારે બીજી બાજુથી હમલાખોર કેદીઓ બળજબરી પૂર્વક  આ હિસ્સામાં ઘુસીને  હથિયારો વડે અનેય કેદીઓ પર હુમલો કર્યો હતો ત્યારે સુરક્ષા કર્મીઓ દ્રારા તેઓને રોકવામાં આવ્યા હતા પરંતું હમલાખોર સતત હમલો કરતા રહ્યા. અને ત્યા ઉપસ્થિત બે કર્મચારીને બંધક બનાવામાં પણ આવ્યા હતા.

પોલીસે આ હુમલા વખતે બંધક બનેલા બે કર્મચારીઓને સુરક્ષીત બહાર કાઢ્યા હતા ત્યારે અનેય બે લોકોને ઈજાગ્રસેત હાલતમાં સારવાર પેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ભયાનક હિંસાને પગલે હિંસાનો ભોગ બનેલા કેદીઓના પરિવારે અલ્ટામીરામાં પ્રદર્શન કરીને આ હિંસક કેદીઓના જુથને અન્ય જગ્યાએ ખસેડવાની માંગ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ત્યાની પોલીસને આ હિંસા વિશે જરાપણ અંદાજો ન હતો કે આટલા મોટા પ્રમાણમાં અહિ હિંસા થવાની છે અને ખુની ખેલ રચાવાનો છે ,આ યોજના વિશે જરાપણ અંદાજો લગાવી શકાયો ન હતો. ત્યારે હવે હિંસા બાદ પોલીસ જાગી છે અને જેલની આસપાસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.