Site icon Revoi.in

બુલિયન બજારમાં તેજી, સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો

Social Share

કોરોનાના સંકટ વચ્ચે સોના-ચાંદીના માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે ફરી ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ બુલિયન બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 500 રૂપિયા વધ્યો હતો તો ચાંદીના ભાવમાં રૂ.2000નો ઉછાળો નોંધાયો હતો.

અમદાવાદના બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ પર નજર કરીએ તો 1 કિલો ચાંદીનો ભાવ 2000 રૂપિયા ઉછળીને 66,500 રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતા. તો પીળી કિંમતી ધાતુ સોનાનો પ્રતિ 10 ગ્રામ દીઠ ભાવ રૂ.500 વધીને રૂ.53,500 થયો હતો.

દિલ્હી ખાતે પણ સોના-ચાંદીના ભાવ પર નજર કરીએ તો સોનું 10 ગ્રામ દીઠ રૂ. 422 વધીને રૂ.53019 થયું હતું. તો ચાંદી રૂ. 1013 ઉછળીને રૂ.70 હજારની સપાટી વટાવી રૂ.70,743 પ્રતિ કિગ્રા થઇ હતી.

ઉછાળા પાછળનું કારણ

સોના-ચાંદીના ભાવમાં તેજીના કારણ વિશે વાત કરીએ તો વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર ગણાવી શકાય. અમેરિકન ફેડરલ બેંકની બેઠક યોજાનારા છે જેમાં વ્યાજદર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે તેની સીધી અસર ડોલર અને રૂપિયાના રેટ અને સોના-ચાંદીના ભાવ પર પડશે.

(સંકેત)