Site icon Revoi.in

BCCI ના ચીફ સિલેક્ટર એસએમકે પ્રસાદના નામ પર લાખોની છેતરપિંડી, નોંધાઈ ફરિયાદ

Social Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે તેમના નામનો ખોટો ઉપયોગ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો દાવો કર્યો છે. પ્રસાદના જણાવ્યા પ્રમાણે, આરોપી યુવકની ઓળખ બુદુમુરી નાગારાજુ તરીકે થઈ. તે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાનો રહેવાસી છે. તેણે પ્રસાદના નામ પર ઘણા મોટા બિઝનેસમેન પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. પ્રસાદે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રસાદના જણાવ્યા પ્રમાણે, ઘણા મોટાં બિઝનેસમેને તેમને ફરિયાદ કરી છે કે કોઇ વ્યક્તિ છે જે તેમનું નામ લઈને ફોન કરે છે. પ્રસાદ બુધવારે દિવ્યાંગ બાળકો સાથે પોતાનો જન્મદિવસ ઊજવવા માટે વિશાખાપટ્ટનમ પહોંચ્યાહતા, ત્યારે મીડિયાની સામે તેમણે આ વાતનો ખુલાસો કર્યો.

પ્રસાદે કહ્યું, નાગારાજુએ ટ્રુકોલર એપ પર પોતાનો મોબાઈલ નંબર એમએસકે પ્રસાદના નામથી રજિસ્ટર કરાવીને રાખ્યો છે. તેના કારણે ભોળા ઉદ્યોગપતિઓ તેની ચાલમાં ફસાઈને છેતરપિંડીનો શિકાર થઈ જાય છે.

હાલ સિલેક્ટ ટેલી કંપની પાસેથી 2.88 લાખ અને રામકૃષ્ણા હાઉસિંગ પાસેથી 3.88 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની જાણકારી મળી છે. તેમણે આરોપી વિરુદ્ધ વિજયવાડા અને હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાવી દીધો છે.