Site icon Revoi.in

ચીન અને બાંગ્લાદેશની સાથે મળીને કામ કરશે ભારતનું આયુષ મંત્રાલય

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની યોજના આયુષ્માન ભારત હેઠળ આયુષ મંત્રાલય દેશમાં આગામી ત્રણ માસની અંદર ચાર હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખોલશે. ડિસેમ્બર-2019 સુધી દેશના વિભિન્ન રાજ્યોમાં આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલવાના શરૂ થઈ જશે. અહીં આયુર્વેદ, હોમિયોપેથી સિવાય યૂનાની અને સિદ્ધા ચિકિત્સા ઉપલબ્ધ થશે. એટલું જ નહીં, આયુષ ચિકિત્સાને લઈને ભારત થોડા સમયગાળામાં ચીન અને બાંગ્લાદેશની સાથે મળીને કામ કરવાનું છે. ઓગસ્ટમાં બંને દેશોએ ભારતની સાથે કરાર પણ કર્યો છે.

આયુષ મંત્રાલય પ્રમાણે, બાંગ્લાદેશ પોતાને ત્યાં વૈકલ્પિક ચિકિત્સા પર ઔષધિ તપાસ પ્રયોગશાળાની સ્થાપનામાં ભારતનો સહયોગ ચાહે છે. માટે ગત 21 ઓગસ્ટે બાંગ્લાદેશનું પાંચ સદસ્યીય ડેલિગેશન નવી દિલ્હી પહોંચ્યું હતું. આના પહેલા 12 ઓગસ્ટે બીજિંગમાં ભારત-ચીન વચ્ચે એમઓયૂ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપદ નાઈકે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રાલયને સાડા બાર હજાર કેન્દ્રોની સ્થાપના કરવાનું લક્ષ્યાંક આપ્યું છે. જેમાંથી ચાર હજાર સેન્ટરોની શરૂઆત આ વર્ષના આખર સુધીમાં થઈ જશે. નાઈકે કહ્યુ છે કે ચીન અને બાંગ્લાદેશ સિવાય મલેશિયા પણ નજીકના ભવિષ્યમાં ભારતના સહયોગથી વૈકલ્પિક ચિકિત્સા સુવિધા શરૂ કરશે.

આ કેન્દ્રો પર ડાયાબિટિસ માટે ચર્ચિત અને સફળ દવા બીજીઆર-34, સફેદ ડાઘ માટે લ્યુકોસ્કિન દવા પણ હશે. આ દવાઓની શોધ ડીઆડીઓ અને સીએસઆઈઆરએ મળીને કરી હતી. તેની ઘણી પ્રશંસા પણ થઈ છે.

સરકારના આ નિર્ણયને પણ દેશભરના આયુષ વિશેષજ્ઞોએ સ્વાગત કર્યું છે. એમિલ ફાર્માના કાર્યકારી નિદેશક સંચિત શર્માએ કહ્યુ છે કે દેશભરમાં આયુષને પ્રોત્સાહીત કરવાની બાબતનું તેઓ સ્વાગત કરે છે. તેમણે કહ્યુ છે કે ભારત ફરીથી વિશ્વગુરુ બનવાની દિશામાં છે.

મંત્રાલયના આંકડા પ્રમાણે, હાલ દેશમાં જાહેર આરોગ્ય સેવાઓમાં 45 ટકા સુવિધાઓ આયુષ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જેમાં 11837 ચિકિત્સા અધિરી અને 4549 આયુષ ચિકિત્સા સહાયકોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા નિયોજીત કરવામાં આવે છે.

તાજેતરમાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં યૂનાની રિસર્ચ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીપદ નાઈક કહ્યુ હતુ કે આયુષ ચિકિત્સા વિધિથી ચિકિત્સકીય પરામર્શ સિવાય તપાસ અને દવાઓના વિકલ્પ પણ દર્દીઓને ઉપલબ્ધ થઈ શકશે.