Site icon Revoi.in

શાહિદ આફ્રિદીને પાછળ છોડીને ક્રિસ ગેલ બન્યો ‘સિક્સર કિંગ’, કરી તોફાની સદી

Social Share

વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની 20મી ફેબ્રુઆરીએ રમાયેલી પહેલી વનડેમાં વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ બેસ્ટ્સમેન ક્રિસ ગેલના નામે એક શાનદાર રેકોર્ડ નોંધાયો છે. ક્રિસ ગેલે આ મેચમાં તોફાની સદી ફટકારી આ રેકોર્ડ પોતાને નામ કર્યો, એટલું જ નહીં તે વનડે મેચમાં વાપસી કતા વર્લ્ડકપ પહેલા પોતાના જૂના લયમાં પણ જોવા મળ્યો હતો.

તાજેતરમાં વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવા મામલે મોટું એલાન કરનારા ક્રિસ ગેલે જ્યારે આ મેચમાં પહેલો છગ્ગો માર્યો, ત્યારે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર લગાવનાર બેટ્સમેન બની ગયો હતો. આ રેકોર્ડ અત્યાર સુધી પાકિસ્તાનના બેટ્સમેન શાહિદ આફ્રિદીના નામે નોંધાયેલો હતો. આફ્રિદીએ 524 મેચોમાં 476 છગ્ગા લગાવ્યા હતા. પરંતુ ક્રિસ ગેલે આ સિદ્ધિ માત્ર 444 મેચમાં પ્રાપ્ત કરી છે.

સિક્સર કિંગ નામે જાણીતા ગેલની વાત કરીએ, તો વનડેમાં તેણે 287 છગ્ગા અને ટી-20માં 103 છગ્ગા માર્યા છે. જ્યારે ટેસ્ટ મેચોમાં ક્રિસ ગેલે કુલ 98 છગ્ગા માર્યા છે.

આ યાદીમાં ત્રીજા સ્થાને બ્રેંડન મેકુલમનું નામ આવે છે, મેકુલમે 398 છગ્ગા માર્યા છે. જ્યારે 352 છગ્ગા સાથે જયસૂર્યા ચોથો અને ભારતીય ઓપનર રોહિત શર્મા આ યાદીમાં 349 છગ્ગા સાથે પાંચમા સ્થાન પર છે.

જો ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝની બુધવારની મેચની વાત કરીએ, તો પહેલા બેટિંગ કરતા વેસ્ટઈન્ડિંઝની ટીમે ક્રિસ ગેલની તોફાની સદી 135 રનની મદદથી 360 રનનો મોટો સ્કોર ઉભો કરવામાં સફળતા મેળવી હતી. ગેલે પોતાના દાંવમાં 12 છગ્ગા માર્યા હતા.

જો કે જ્યારે મેચમાં ઈંગ્લેન્ડની ટીમ બેટિંગમાં ઉતરી, તો તેના બેટ્સમેનોએ પણ જોરદાર લડત આપી હતી. જેસન રોય અને જો રુટના દમદાર શતકને કારણે આઠ બોલ બાકી હતા, ત્યારે મેચમાં ઈંગ્લેન્ડે જીત નોંધાવીને શ્રેણીમાં એક વિરુદ્ધ શૂન્યથી સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે.