Site icon Revoi.in

બિગ બોસની 13મી સીઝનમાં આવી શકે છે CIDના ઇન્સ્પેક્ટર દયા, ‘અમ્માજી’ને પણ મળી છે ઓફર

Social Share

બિગ બોસ 13ના કન્ટેસ્ટન્ટ્સની લિસ્ટમાં અત્યાર સુધી અનેક ટીવી સ્ટાર્સના નામ સામે આવી ચૂક્યા છે. દેબોલીના ભટ્ટાચાર્જી, અંકિતા લોખંડે, કરણ પટેલ, વિવેક દહિયા ઉપરાંત બોલિવુડ એક્ટ્રેસ ઝરીન ખાનનું નામ પણ ચર્ચામાં છે. મેકર્સ સીઝન 13ને સુપરહિટ બનાવવા માટે પોપ્યુલર સેલિબ્રિટી ફેસને શૉનો ચહેરો બનાવવા માંગી રહ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, CID ફેમ ઇન્સ્પેક્ટર દયા (દયાશંકર શેટ્ટી), ‘ના આના ઇસ દેશ લાડો’ની અમ્માજી (મેઘના મલિક) અને એક્ટર કરણ વોહરાને શૉ માટે અપ્રોચ કરવામાં આવ્યા હોવાના સમાચાર છે.

જોકે, હજુ મેકર્સ અને આ એક્ટર્સ તરફથી બિગ બોસ 13નો હિસ્સો બનવાને લઇને કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. દયાનંદ શેટ્ટીને દેશનો દરેક બાળક પણ ઓળખે છે. સોની ટીવીના પોપ્યુલર શૉ CIDમાં સિનિયર ઇન્સ્પેક્ટર દયાની ભૂમિકા ભજવીને તે પોપ્યુલર બન્યો છે. એક્ટરની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. જો દયાનંદ શેટ્ટી બિગ બોસનો હિસ્સો બને છે તો શૉના લવર્સ માટે આ મોટી ટ્રીટ હશે. દયાના આવવાથી શૉની ટીઆરપીમાં લાંબો ઉછાળો જોવા મળી શકે છે.

જ્યારે ‘ના આના ઇસ દેશ લાડો’થી ઘરે-ઘરે જાણીતી બનેલી અમ્માજી એટલે કે મેઘના મલિકની દમદાર પર્સનાલિટીને લોકો જોવા માંગશે. એક્ટર કરણ વોહરા ટીવીનો ખૂબ જાણીતો ચહેરો છે. ઝી ટીવીના શૉ ‘જિંદગીની મહેક’થી તેને ઓળખ મળી. હાલ તે સ્ટાર પ્લસના એક શૉ ‘કૃષ્ણા ચલી લંડન’માં જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ છે કે સીઝન 13 પણ ગયા વર્ષની જેમ જલ્દી શરૂ થશે. શૉ 29 સપ્ટેમ્બરના રોજ ઓન એર જશે અને 12 જાન્યુઆરી, 2010 સુધી ચાલશે. આ વખતે શૉનો સેટ મુંબઈના ફિલ્મસિટીમાં બનાવવામાં આવશે. સાથે જ શૉમાં કોમનર્સ નહીં હોય, ફક્ત સેલેબ્રિટી કન્ટેસ્ટન્ટ્સ જ હિસ્સો લેશે તેવી અટકળો છે.  

Exit mobile version