Site icon Revoi.in

રસોઈમાં કોથમીરનો કરો ઉપયોગ, સ્વાસ્થ્ય માટે છે અનેકરીતે ફાયદાકારક

Social Share

રસોડમાં રહેલી તમામ વસ્તુના અનેક ફાયદા છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. લીલોતરી વાળા શાકભાજી તો શરીર માટે અમૃત કરતા ઓછા નથી અને તેમાં કોથમીરનો પણ સમાવેશ થાય છે. કોથમીર એ એવી વનસ્પતિ છે કે જેને સ્વાદ હળવો, કડવો છે. તેનો ઉપયોગ સૂપ અને સલાડ જેવી વાનગીઓને સ્વાદ આપવા માટે થાય છે. માત્ર રસોઈમાં જ નહીં પણ રોગોને દૂર કરવામાં કોથમીર અસરકારક છે.

કોથમીરના સેવનથી શરીર પર થતા ફાયદા વિશે વાત કરીએ તો તેનાથી એલર્જી અને બળતરાના રોગોની સારવાર થાય છે. કોથમીરમાં ફલેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને વિટામિન સી હોય છે જે સેલ્યુલર ડેમેજ અટકાવે છે. કોષોને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનને રોકવા માટે શરીરને એન્ટીઓકિસડન્ટોની જરૂર છે.

કોથમીરનો ઉપયોગ હાડકા માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. કારણ કે તેમાં વિટામિન કે હોય છે. આપણા હાડકાને મજબૂત રાખવા અને હાડકાના રોગોને રોકવા માટે ઘણા વિટામિન્સ અને ખનિજોની જરૂર પડે છે અને કોથમીર વિટામિન-કે નો સમૃદ્ધ સ્ત્રોત છે. તે એક આવશ્યક પોષક તત્વ છે જે હાડકાં બનાવતા કોષો માટે ફાયદાકારક છે. અભ્યાસો અનુસાર વિટામિન કેથી સમૃદ્ધ આહાર હાડકાના ફ્રેક્ચરનું જોખમ ઘટાડી શકે છે.

જો કે કોથમીરથી સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારના ફાયદા તો છે પરંતુ તેનો કેટલી માત્રામાં ઉપયોગ કરવો તે જાણવા માટે ડોક્ટર અથવા જાણકારની સલાહ લેવી જરૂરી છે. વધારે માત્રામાં કોથમીરનો ઉપયોગ શરીરને નુક્સાન પણ કરી શકે છે.