Site icon Revoi.in

વિકાસશીલ ગુજરાત: કેવડિયાનું રેલવે સ્ટેશન બનશે દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન મેળવનારુ સ્ટેશન

Social Share

અમદાવાદઃ કેવડિયામાં દુનિયાના સૌથી વિશાળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ માટે મુંબઈ અને વારાસણથી ટ્રેન સેવા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કેવડિયામાં વિશ્વસ્તરનું રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશન ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન મેળવનારુ દેશનું પ્રથમ સ્ટેશન બનશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયામાં બનનારા સ્ટેશનના બિલ્ડીંગની ડિઝાઈનમાં શ્રેષ્ઠ ટેકનોલોજી અને સુંદરતાના તત્વોનું મિશ્રણ જોવા મળશે. આ બિલ્ડીંગને ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે. કાર્બન ઉત્પાદન ઓછુ કરવા માટે રિસાઈકલ્ડ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. આ બિલ્ડીંગમાં ફલાય એશ બ્રીક્સ, એરકંડીશન રૂમ માટે ઈન્સ્યુલેટેડ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે.

સ્ટેશન ઉપર મલ્ટીપલ વોટર મેનેજમેન્ટની પણ સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટરલેસ યુરીનલ ટ્રીટેડ વોટરના ઉપયોગથી ડ્રીપ ઈરીગેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.