Site icon Revoi.in

ડીજીસીએનો નિર્ણય – 31 ડિસેમ્બર સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર  પ્રતિબંધ યથાવત રહેશે

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊચકિયું છે ત્યારે તેની અસર ફરીથી વિમાન સેવાઓ પર થયેલ જોવા ણળી રહી છે.કોરોના મહામારીના વ્યાપને લઈને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ભારતમાં નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફ્લાઇટ્સના સંચાલન પરનો પ્રતિબંધ વધારીને હવે 31 ડિસેમ્બર સુધી કરી દીધો છે. જો કે વંદે ભારત મિશન અંતર્ગત આવતી ફ્લાઇટ્સનું સ્ચાલન ચાલુ રહેશે. આ પહેલા આ પ્રતિબંધ 30 નવેમ્બર સુધીનો હતો. ડીજીસીએના આદેશ મુજબ, ફક્ત પસંદ કરેલી ફ્લાઇટ્સના સંચાલનને જ મંજૂરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે મહિનાના અંતરાલ બાદ ભારતે 25 મે ના રોજ સ્થાનિક પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી.ત્યાર બાદ વિદેશમાં ફસાયેલા મુસાફરોને પરત લાવવા માટે વંદે ભારત મિશન શરૂ કરાયું હતું અને ઘણા દેશો સાથે એર બબલ કરાર પણ કરવામાં આવ્યા હતા.

ભારતીય એરલાઇન્સને 60 ટકા સંચાલન કરવાની મંજૂરી છે. દેશમાં વંદે ભારત મિશનની શરૂઆત થયા પછી, 29 ઓક્ટોબર સુધીમાં, 27 લાખથી વધુ ભારતીય અન્ય દેશોમાંથી પાછા ફર્યા છે.

દેશમાં કોરોના મહામારીનું સંકટ હાલ પણ વરતાઈ રહ્યું છે, કોરોનાના 44 હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે,વધતા જતા કોરોનાના કેસને લઈને આ પ્રતિબંધ લંબાવવાનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાહીન-