Site icon Revoi.in

મીટુ મામલે વિકાસ બહેલને મળી ક્લીનચિટ, ભડકી કંગનાની બહેન રંગોલી

Social Share

2018માં મીટુ મૂવમેન્ટમાં ડાયરેક્ટ વિકાસ બહલ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો લાગ્યા હતા. આ કારણે તેને ઇન્ડસ્ટ્રીમાં બેન કરી દેવામાં આવ્યો હતો. તાજા રિપોર્ટમાં વિકાસ બહેલને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ મામલે ક્લીનચિટ મળી ગઈ છે. વિકાસને આ ક્લીનચિટ પછી ઋત્વિક રોશનની ફિલ્મ ‘સુપર 30’માં એન્ટ્રી મલી ગઈ છે, પરંતુ આ વાતથી કંગનાની બહેન રંગોલી બહુ નારાજ છે.

https://twitter.com/Rangoli_A/status/1134711634159493120

રંગોલીએ વિકાસ બહેલ પર પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર કાઢ્યો છે. તેણે લખ્યું, આલોકનાથ પછી હવે વિકાસ બહેલને પણ ક્લીનચિટ મળી ગઈ છે. જે મહિલાઓની સાથે કંઇ ખોટું થાય છે તેમને જિંદગી આખી શરમનો સામનો કરવો પડે છે. બોલિવુડમાં કહેવામાં આવે છે કે જેવી તે ફિલ્મ પિટાઈ હતી, આ પણ પિટાશે. બીજી ટ્વિટમાં રંગોલીએ લખ્યું, તમારા જેવા લોકોનો હિસાબ થશે, આ દુનિયાની બહાર પણ એક દુનિયા છે, જ્યાં મહિલાઓની ચીસો અવગણવામાં નથી આવતી.

https://twitter.com/Rangoli_A/status/1134711811125653505

ઉલ્લેખનીય મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટએ વિકાસ પર લાગેલા આરોપોની તપાસ કરી. જે પછી ઇન્ટરનલ ઇન્ક્વાયરી કમિટીએ એ વાતનું એલાન કર્યું કે તે હવે આરોપોમાંથી મુક્ત છે. જોકે, આતંરિક તપાસમાં હવે તેને ક્લીનચિટ મળી ગઈ છે, પ્રોડક્શન હાઉસના CEO શિબાશીશ સરકારે એ કન્ફર્મ કર્યું છે કે વિકાસને સુપર 30 ફિલ્મના ડાયરેક્ટર તરીકે પણ સંપૂર્ણ શ્રેય આપવામાં આવશે.

Exit mobile version