Site icon Revoi.in

નેપાળમાં વરસાદ અને ભીષણ વાવાઝોડાંને કારણે તબાહી, 31ના મોત, 400 ઘાયલ

Social Share

નેપાળમાં રવિવારે શરૂ થયેલા વરસાદ અને ભયંકર વાવાઝોડાંને કારણે ભારતે તબાહી સર્જાઈ છે. વાવાઝોડાંની ઝપટમાં આવવાથી અત્યાર સુધીમાં 31 લોકોના મોત નીપજ્યા છે અને 400થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બારા જિલ્લામાં 27 અને પર્સા જિલ્લામાં ચાર લોકોના જીવ ગયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચુકી છે. જણાવવામાં આવે છે કે હોસ્પિટલોમાં બેડ અન બ્લડની ઘણી તંગી જોવા મળી રહી છે.

રાહત અને બચાવ કામગીરી માટે સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ સેનાની ટુકડીઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં તેનાત કરી દેવામાં આવી છે. પ્રશાસન સ્થિતિને સંભાળવાની કોશિશમાં લાગેલું છે. ટેન્ટ અને તાડપત્રીને લઈને રાહત અને બચાવ દળની ટુકડીઓ વિભિન્ન સ્થાનો પર પહોંચી રહી છે.

નેપાળ સેનાના પ્રવક્તા યમપ્રસાદ ધકાલે જણાવ્યુ છે કે ઈમરજન્સીની પરિસ્થિતિનો સામનો કરવા માટે બે હેલિકોપ્ટરોની તેનાતી પણ કરવામાં આવી છે. સિમર વિસ્તારમાં પણ સેના પરિસ્થિતિનો સામનો કરવા માટે સતર્ક છે. વરસાદ અને વાવાઝોડાંથી પ્રભાવિત વિસ્તારોમાં 100થી વધારે સૈન્યકર્મીઓની તેનાતી કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

નેપાળના અખબાર હિમાલયન ટાઈમ્સ મુજબ, રવિવારે આ વાવાઝોડું દક્ષિણી જિલ્લા બારા અને નજીકના પર્સામાં સાંજના સમયે આવ્યું હતું. જિલ્લા પોલીસ કાર્યાલય પ્રમાણે પર્સામાં જાનહાનિની સંખ્યામાં વધારાની આશંકા છે. અહેવાલો મુજબ, ઓછામાં ઓછા 31 લોકોના મોત નીપજ્યા છે અને 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

નેશનલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યુ છે કે ઈજાગ્રસ્તોની સારવાર ઘણી હોસ્પિટલોમાં ચાલી રહી છે. વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ જાનહાનિની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે.

2012માં નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને ત્યારે પણ બે હજાર જેટલા ઘર તબાહ થઈ ગયા હતા. નેપાળના ડાંગ જિલ્લામાં રાપ્તી નદીમાં આવેલા પૂરને કારણે બે હજાર ઘર વહી ગયા હતા અને તેના કારણે ચાર હજારથી વધારે લોકો અસરગ્રસ્ત બન્યા હતા.