Site icon Revoi.in

દિલ્હી સહીત એનસીઆરમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી સહીત એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1ની માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ હિંદુકુશ પર્વર્તીય ક્ષેત્ર હોવાનું જણાવાઈ રહ્યું છે. છેલ્લા અહેવાલ મુજબ, હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જમ્મુ ક્ષેત્રના પુંછ જિલ્લામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.

રિક્ટર સ્કેલ પર તીવ્રતા જેટલી વધારે તેટલો તીવ્ર આંચકો અનુભવાય છે. મહત્વપૂર્ણ છે કે એક અહેવાલ મુજબ, દેશના લગભગ 38 શહેરો હાઈ રિસ્ક સિસ્મિક ઝોનમાં આવે છે. જ્યારે 60 ટકા ભૂભાગ ભૂકંપને લઈને અસુરક્ષિત છે.

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ, ભારતમાં મોટાભાગનું નિર્માણકાર્ય ભૂકંપને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું નથી. જો કે આમા કેટલાક અપવાદોમાં દિલ્હી મેટ્રો સામેલ છે. દિલ્હી મેટ્રો ભૂકંપના આંચકા સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

ભૂકંપના સમયે જમીન પર કંપનના મહત્તમ આયામ અને કોઈ ઓર્બિટ્રેરી નાના આયામના અનુપાતમાં સાધારણ ગણિતને રિક્ટર કહેવામાં આવે છે. રિક્ટર માપદંડનું આખું નામ રિક્ટર પરિમાણ પરીક્ષણ માપદંડ છે. મહત્વપૂર્ણ છે કે અંદમાન-નિકોબારના કેટલાક વિસ્તારોને ઝોન-5માં મૂકવામાં આવ્યા છે. ઝોન-5ને ભૂકંપની દ્રષ્ટિએ સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે.

દિલ્હી, પટના, શ્રીનગર, કોહિમા, પુડ્ડુચેરી, ગૌહાટી, ગેંગટોક, શિમલા, દહેરાદૂન, ઈમ્ફાલ અને ચંદીગઢ, અંબાલા, લુધિયાણા, રુડકી સિસ્મિક ઝોન 4 અને 5માં આવે છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, ઉત્તર બિહાર અને અંદમાન-નિકોબારના કેટલાક વિસ્તારો ઝોન-5માં મૂકવામાં આવ્યા છે.