Site icon Revoi.in

કોરોનાનું ગ્રહણઃ-એશિયા કપ 2021નું આયોજન હવે વર્ષ 2023મા થશેઃ- એસીસીએ આપી જાણકારી

Social Share

દિલ્હીઃ- એશિયા કપ 2021 ની ઇવેન્ટ બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલએ આ સમગ્ર મામલે વિતેલા દિવસને રવિવારે સત્તાવાર રીતે માહિતી આપી. એસીસીએ આપેલ માહિતી પ્રમાણે હવે, એશિયા કપ 2021નું આયોજન વર્ષ 2023 માં યોજાશે.

એસીસીએ એક નિવેદન બહાર પાડતાંજણાવ્યું હતું કે, “બોર્ડે હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાનમાં લીધો હતો અને તે પ્રમાણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય એક માત્ર વિકલ્પ હતો”. એશિયન ક્રિકેટ કાઉન્સિલે કહ્યું કે, “ટુર્નામેન્ટની આ સીઝન 2023 માં યોજવી યોગ્ય રહેશે કારણ કે એશિયા કપ 2022 માં પહેલાજ આયોજન થયો છે.” સમય આવશે ત્યારે તેની તારીખોની પુષ્ટિ કરવામાં આવશે. ‘

આ સમગ્ર મામલાને લઈને એસીસીએ જણઆવ્યું હતું કે એશિયાની ચાર મોટી ટીમોનું આ વર્ષના અંત સુધીમાં વ્યસ્ત શેડ્યૂલ છે અને આવી સ્થિતિમાં આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે સમય મળવો ઘણો મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે,આ વ્રષ દરમિયાન ટુર્નામેન્ટનું આયોજન ટી 20 ફઓર્મેટમાં ભાપતમાં ઓક્ટોબર-નવેમ્બર થનારી ટી-20 વિશ્વકપથી પહેલા રમાવાની આશા હતી.

આ વર્ષે કોંટિનેંટલ ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી શ્રીલંકા ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં પણ વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને તેનેરદ કરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2020 કોરોનાને કારણે 2021 સુધી મોકૂફ રાખવામાં આવ્યો હતો. તે જાણીતું છે કે ભારતે છેલ્લા બે એશિયા કપમાં આ ખિતાબ જીત્યો છે.