Site icon Revoi.in

આઠ વર્ષનો રેકોર્ડ,સોનાના ભાવમાં ભડાકો,ચાંદીમા પણ તેજી

Social Share

અમેરીકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉર અને પ્રમુખ એશિયાઈ કરેંસીમાં આવેલી હાલાકીના કારણે મોંધી ધાતુઓના ભાવમાં ઉછારો નોંધાયો છે આંતરાષ્ટ્રીય વાયદા બજાર કૉમેક્સ પર સોનું 1500 ડોલરને પાર કરી ગયુ છે જે છેલ્લા આઠ વર્ષની સૌથી ઊંચી સપાટી છે,તો બીજી બાજુ ભારતીય વાયદા બજાર ઓમસીએક્સ પર પણ સોનાના ભાવે ફરિ નવી ઊંચાઈ પકડી છે અને નવા ભાવ મુજબ સોનું 37830 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે.

અમેરીકા અને ચીનના વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉર અને પ્રમુખ એશિયાની કરેંસી યુઆનમાં આવેલી પડતીના કારણે સોના-ચાંદીના ભાવમાં ભારેખમ વધારો જોવા મળ્યો છે, ચોનાના ભાવમાં છેલ્લા 4 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ છેલ્લા 3 દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે.

વિદેશી બજારામાં મળેલા હાલાકીના સંકેતો અને ઘરેલું મુદ્રામાં આવેલી હાલાકીના કારણથી ભારતમાં પણ સોના-ચાંદીના ભાવ સાતમાં આસમાને પહોચ્યા છે અને સોના-ચાંદીના ભાવમાં ભારેખમ વધારો થઈ ચુક્યો છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસના મુજબ સવારે 10.46 વાગ્યે મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર ઓક્ટોબરનો સોદો અગાઉના સત્રની સરખામણીએ 195 રૂપિયા અટેલે કે  0.52 ટકાના વધારાની સાથે 10 ગ્રામ દીઠ રૂ. 37,692 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે સોનાનો ભાવ તે પહેલાં રૂ. 37,830 સુધી હતો. ત્યારે  ભાવ હાલ સુધીનો ઉચ્ચતમ સપાટી છે. સપ્ટેમ્બરના કરારમાં ચાંદી 556 રૂપિયા એટલે કે  1.31 ટકાના વધારા સાથે ચાંદી રૂ. 43,043 પર ટ્રેડ કરી રહી છે, જ્યારે આ પહેલા ચાંદી નો ભાવ રૂ. 43260 સુધી ઊંચો ગયો છે એમસીએક્સ પર ચાંદીનો ભાવ 5 ઓક્ટોબર 2016ના રોજથી ઊચાઈ પર છે

કોમેકેસ પર સોનાના  સપ્ટેમ્બર કરારમાં 11.6 ડોલર એટલે કે 0.78 ટકાથી વધીને 1495.80 ડોલર પ્રતિ દિઠ પર બજાર ચાલી રહ્યું છે જ્યારે  પહેલા કોમેક્સ પર સોનાના ભાવ 1502.25 પ્રતિદિઠ સુધી વધ્યા હતા. કોમેક્સ પર સોનાનો ભાવ છેલ્લા આઠ વર્ષથી આજે ઊચી સપાટીપર નોંધાયો છે.કારણ કે જુલાઈ 2011 પછી પહેલી વાર સોનાનો ભાવ 1500 ડોલરને વટાવી ચુક્યો છે ચાંદીના સપ્ટેમ્બર કરાર કોમેક્સ પર 1.66 ટકા વધારાની સાથે 16.718 ડોલર પ્રતિદિઠ હતો જ્યારે પહેલાનો ભાવ 16.817 ડોલર પ્રતિ દિઠ વધ્યો હતો .

 કમોડિટી બજાર વિશ્લેષક અજય ક્ડીયાએ આઈએએનએસ સાથેની વાતચીતમાં કહ્યું કે મોંધી ધાતુઓના તરફ વલમ વધવાનું મુખ્ય કારણ ટ્રેડ વૉર છે અને આજ કારણોથી એશિયાની કરેંસી ગગડી છે જેના કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછારો થયો છે

તેમણે કહ્યું કે આ સિવાય વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદીએ સોનાને ટેકો આપ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટાનો ઉલ્લેખ કરતા કેડિયાએ જણાવ્યું હતું કે, 2019 ના બીજા ક્વાર્ટરમાં, સેન્ટ્રલ બેંકોએ 224.4 ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે 2019 ના પહેલા ભાગના આંકડા જોઈએ તો તે 374.1 ટન છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ઇટીએફની ખરીદીમાં મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે.

.