- ફેસબુકે ટીકટોકને ટક્કર આપીને નવું ફિચર ઈન્સ્ટાગ્રામ રીલ્સ લોન્ચ કર્યું
- કંપનીએ 50 દેશોમાં એક સાથે લોન્ચ કરવાની કરી જાહેરાત
- રીલ્સથી ટીકટોક જેવા જ બનશે વીડિયો
મુંબઈ: ટીકટોકને ભારત સરકાર બાદ અમેરિકા પણ બેન કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત સરકારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી 59 ચીની એપ્સને હટાવી દીધી છે અને ભારતમાં તેને બેન કરી દીધી છે. જેને લઇ ફેસબુકે ટીકટોકને ટક્કર આપીને નવું ફિચર ઈન્સ્ટાગ્રામ રીલ્સ લોન્ચ કર્યું છે. આમ તો ઈંસ્ટાગ્રામે પોતાના નવા ફિચર રીલ્સ પાછળ મહિનાઓથી ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. પરંતુ હવે આને ઓફિશિયલ લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ હવે આને 50 દેશોમાં એક સાથે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેમાં અમેરિકા, ભારત, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, યુ.કે., જાપાન, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોનો સમાવેશ થાય છે. ઈન્સ્ટાગ્રામ પાછળ ગત વર્ષે આનું ટેસ્ટિંગ બ્રાઝિલમાં શરૂ કરવામાં આવ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ રીલ્સ આ રીતે કરશે કામ :
ઈન્સ્ટાગ્રામ Reelsની વાત કરીએ તો આ સ્ટેન્ડઅલોન એપ નથી. પરંતુ ઈસ્ટાગ્રામનું જ એક ફિચર છે. આ એપથી યુઝર્સ 15 સેકન્ડની મલ્ટી ક્લિપ બનાવી શકે છે. આ ક્લિપમાં ઓડિયો, ઈફેક્ટ અને નવા ક્રિએટિવ્સ ટૂલ સરળતાથી એડ કરી શકાય છે. Reelsને યુઝર્સ ફીડ તરીકે પોસ્ટ કરી શકશે અને એક સ્ટોરીની જેમ પણ શેર કરી શકશે. જે 24 કલાકમાં ગાયબ થઈ જશે.
ફેસબુકે કહ્યું કે ઈંસ્ટાગ્રામ રીલ્સ ફીડ ઉપર શેર કરી શકાશે. પબ્લિક એકાઉન્ટ યુઝર્સે વાઈડર ઈસ્ટાગ્રામ કમ્યુનિટીની સાથે શેર કરી શકશે. રિલ્સ એપથી કોઈપણ ઈન્સ્ટાગ્રામ ઉપર ક્રિએટર બની શકે છે. અને નવા ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચી શકે છે.
_Devanshi

