Site icon Revoi.in

10 માસ પહેલા માતા બનેલી એથ્લીટે સમાપ્ત કરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉસૈન બોલ્ટની બાદશાહત

Social Share

અમેરિકાની એલિસન ફેલિક્સે ઉસૈન બોલ્ટ પાસેથી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ ખેલાડીનો દરજ્જો છીનવી લીધો છે. ફેલિક્સે દોહામાં મિક્સ્ડ ચાર ગણી 400 મીટરની રિલે સ્પર્ધામાં પોતાની ટીમને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. ખાસ વાત એ છે કે ફેલિક્સ 10 માસ પહેલા જ માતા બની છે.

આ ગોલ્ડ મેડલ સાથે ફેલિક્સે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 12 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે, જે જમૈકાના મહાન એથ્લીટ બોલ્ટતી એક વધારે છે. બોલ્ટ 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છેલ્લી વાર ઉતર્યા હતા.

અમેરિકાએ રવિવારે ત્રણ મિનિટ અને 9.34 સેકન્ડમાં વિશ્વ રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક પોતાને નામ કર્યો હતો. આના પહેલા ફેલિક્સ સુવર્ણચંદ્રકના મામલામાં બોલ્ટની બરાબરી પર હતી.

33 વર્ષીય ફેલિક્સે હવે વિશ્વ ચેમ્પિયનશિપમાં પાંચ અલગ-અલગ સ્પર્ધાઓ- 200મીટર, 400 મીટર, ચાર ગણી 100 મીટર, ચાર ગણી 400 મીટર અને મિક્સ્ડ ચાર ગણી 400 મીટર રિલેમાં કુલ 12 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. છ વખત ઓલિમ્પિક ચેમ્પિયન ફેલિક્સે ગત વર્ષ નવેમ્બરમાં પુત્રીને જન્મ આપ્યો છે.

નવેમ્બર-2018માં માતા બન્યા બાદ ફેલિક્સે પહેલીવાર જુલાઈ-2019માં ટ્રેક પર ખુદને અજમાવી હતી. યુએસએ ટ્રેક એન્ડ ફીલ્ડ આઉટડોર ચેમ્પિયનશિપમાં તે છઠ્ઠા સ્થાન પર રહી હતી.

Exit mobile version