Site icon Revoi.in

ગુજરાતી ફિલ્મના મહાન કલાકાર ફિરોઝ ઈરાનીનો પુત્ર મિ.કલાકારથી ફિલ્મોમાં ડેબ્યું કરશે.

Social Share

ગુજરાતી ફિલ્મનું નામ પડે અને વિલનનું નામ આવે એટલે તરત જ ફિરોઝ ઈરાનીનો ચહેરો સામે આવે  ત્યારે ગુજરાતી ફિલ્મ જગતને અનેક ફિલ્મ આપનારા ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની હવે ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યો છે.

અક્ષત ઈરાની મિ. કલાકાર નામની ફિલ્મમાંથી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિરોઝ ઈરાની હવે તોમના પુત્રને લોંચ કરી રહ્યા છે ત્યારે હવે  જોવું રહ્યું કે શું અક્ષત પોતાના પિતાની જેમ દર્શકોના દિલ જીતશે કે પછી ફિલંમ જગતમાં ગુમનામ બની જશે એ તો હવે આવનારો સમય જ બતાવશે. ફિલ્મ મિ.કલાકારને ફિરોજ ઈરાની પોતે ડીરેક્ટ કરી રહ્યા છે જેમાં પુત્ર અક્ષતને હીરો બનવાનો એક ચાન્સ આપ્યો છે હવે વારો છે અક્ષત ઈરાનીનો કે તે પોતે તેના પિતાના લીધેલા નિર્ણય પર ચાસો સાબિત થઈને બતાવે.

એ વાત તથ્ય છે કે ફિરોઝ ઈરાની એક સમયના ખુબજ ફેમસ એક્ટર છે વિલનમાં ફિરોઝ ઈરાનીની એક છાપ હતી ત્યારે હવે તેમણે પોતાનો એક્ટિંગનો વારસો દિકરા અક્ષતને સોંપ્યો છે અક્ષતની ફિલ્મ મિ.કલાકારનું સંપુર્ણ શૂટિંગ પુર્ણ થઈ ચુક્યુ છે પણ હાલ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. જ્યારે આ ફિલ્મ ઓગસ્ટમાં રિલિઝ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે આ ફિલ્મમાં બોલિવુડના ફેમસ કલાકાર મનોજ જોશી પણ જોવા મળશે જ્યારે  પુજા ઝવેરી અક્ષતની હિરોહીનના રુપમાં જોવા મળશે.

Exit mobile version