Site icon Revoi.in

બેંગલુરુ એરો ઈન્ડિયા શૉના પાર્કિંગ ક્ષેત્રમાં ભીષણ આગમાં 100 વાહનો બળીને ખાખ

Social Share

બેંગાલુરુમાં ચાલી રહેલા એર ઈન્ડિયા શો- 2019માં આગ લાગવાની દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. કાર્યક્રમના આયોજન સ્થાનની નજીક પાર્કિંગ ક્ષેત્રમાં શનિવારે ભીષણ આગ લાગી છે. આગને કારણે પાર્કિંગ ક્ષેત્રમાં ઉભેલી કારો સહીત અન્ય વાહનો તેની ઝપટમાં આવી ગયા છે. જેના કારણે અહીં રહેલા લોકોમાં દહેશત પણ ફેલાઈ હતી. ફાયરબ્રિગેડની પાંચથી છ ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલિક ધસી ગઈ હતી. આગ પર કાબુ મેળવવામાંની કોશિશ અસરકારક રીતે શરૂ કરવામાં આવી હતી અને તેના પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

જણાવવામાં આવે છે કે પી-ફાઈવ પાર્કિંગ વિસ્તારમાં સૂકા ઘાસમાં અજાણ્યા કારણોસર આગ લાગી ગઈ હતી. બાદમાં આગ પાર્કિંગમાં ઉભી રહેલી કારો સહીત અન્ય વાહનોને તેની ઝપટમાં લઈ લીધી છે. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી 80થી 100 કારો ઝપટમાં આવી હતી.

એર ઈન્ડિયા શૉના પ્રારંભના એક દિવસ પહેલા વાયુસેનાના બે હૉક વિમાનોની હવામા ટક્કર થઈ હતી. જેમાં ત્રણ પાયલટમાંથી એકનું મોત નીપજ્યું હતું અને બે પાયલટ ઘાયલ થયા હતા. વાયુસેનાના પ્રવક્તા મુજબ, સૂર્યકિરણ ડિસ્પ્લે ટીમના આ વિમાન એરો ઈન્ડિયા શૉ માટે કવાયત કરી રહ્યા હતા.

એરો ઈન્ડિયા 2019ના 12મા સંસ્કરણનું 20 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી બેંગાલુરુના યેલહંકામાં આયોજન કરવામાં આવ્યું છે.