Site icon Revoi.in

તો આ છે દુનિયાની એવી જેલ કે 5 સ્ટાર હોટેલથી ઓછી નથી અને પરિવાર સાથે પણ રહે છે કેદી

Social Share

અમદાવાદ:  આમ તો દરેક માણસના મગજમાં જેલ શબ્દ આવે ત્યારે માથા પર પસીનો થવા લાગતો હોય છે. લોકોને સજા આપવા માટે જ જેલની સ્થાપના કરવામાં આવી છે, પણ આજે પણ કેટલાક દેશોની જેલ એવી છે કે જ્યાં કેદીઓ 5 સ્ટાર હોટલ જેવી સુવિધા ભોગવે છે તો ક્યાંક પરિવારની સાથે કેદી રહે છે.

પહેલી જેલ છે સેબુ જેલ કે ફિલિપાઈન્સમાં આવી છે અને અને ત્યાં સંગીતની વ્યવ્સ્થા કરવામાં આવી છે. ફિલિપાઇન્સ સરકારનું એવું માનવું છે કે સંગીત એક દવા જ છે અને તેના કારણે માણસને પોતાના ખરાબ ભૂતકાળને ભૂલી જીવનની નવી શરૂઆત કરવાની પ્રેરણા મળે છે.

બીજી છે જસ્ટિસ સેન્ટર લિયોબેન જેલ કે જે  ઓસ્ટ્રેલિયા છે અને ઓસ્ટ્રેલિયાની ” જસ્ટિસ સેન્ટર લિયોબેન” તો એમ જ લાગે જાણે કે ફાઈવ સ્ટાર હોટલ ન હોય. બધી બાજુએથી કાંચથી ઢંકાયેલી આ જેલમાં અંદર સ્પોર્ટ્સ સેન્ટર અને કેદીઓ માટે સ્વતંત્ર આલીશાન કહી શકાય તેવા રૂમ પણ છે. વળી આ રૂમમાં ટીવી, ફ્રિજ જેવી જરૂરી ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ છે. વર્ષ 2004 માં બનેલી આ જેલમાં કેદ થનારા કેદીનું જીવન જાણે પોતે રાજા હોય એવું જ વીતે છે.

ત્રીજી છે સૈન પેડ્રો જેલ – બોલિવિયામાં આવેલી છે આ જેલ અને ત્યાં એવુ છે કે સામાન્ય રીતે અહીં આવનાર કેદીને જેલના કોઈ પણ એક ઓરડામાં નાખી દેવામાં આવે છે પરંતુ આ માટે કેદીએ કિંમત પણ ચૂકવવી પડે છે. આ જેલમાં લગભગ 1500 જેટલા કેદીઓ રહે છે. જેલના માહોલની વાત કરીએ તો અહીં માહોલ કોઈ શેરી ગલી જેવો અનુભવાય છે અને તથા અહીં બજાર અને ફૂડ સ્ટોલ પણ ભરાય છે.

ચોથી જેલ છે સાર્ક જેલ – ગુવેનર્સી ટાપુ પર આવેલી છે અન આ ટાપું ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે આવેલો છે. આ ટાપુ પર દુનિયાની સૌથી નાની જેલ આવેલી છે જેને  સાર્ક જેલના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 1856માં બનેલી આ જેલમાં વધુમાં વધુ ફક્ત બે કેદી જ રહી શકે છે. આજે પણ અહીં કેદીઓને એક રાત્રી સુધી આ જેલમાં રહેવાની સજા આપવામાં આવે છે. પરંતુ જો કેદી વધુ ઉત્પાત મચાવે તો તેને અન્યત્ર મોટી જેલમાં ખસેડી દેવામાં આવે છે. સાથે સાથે અહીં આવનારા પર્યટકો માટે પણ આ જેલ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે અને લોકો દુનિયાની સૌથી નાની જેલ અચૂક જોવા આવે છે.

પાંચમા નંબરની જેલ છે અરનજુએલ જેલ – સ્પેનમાં આવી છે આ જેલ અને આ સ્પેન દેશની અરનજુએલ જેલ વિશિષ્ટ જેલ છે કારણ કે અહીં આવનારા કેદીઓ પોતાની સાથે પોતાના પરિવારને પણ જેલમાં રાખી શકે છે. જેલના ઓરડાઓમાં નાના બાળકો માટે કાર્ટૂન પણ પેન્ટિંગ કરવામાં આવ્યા છે. સાથે જ કેદીઓના બાળકો માટે સ્કૂલ અને રમતના મેદાન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અસલમાં આવી જેલ બનાવવા પાછળનું કારણ એ છે કે બાળકો પોતાના માતા પિતા સાથે રહી શકે અને માતા પિતા પણ તેની સંભાળ રાખવાનું શીખી શાખે. અહીં 32 એવા સેલ છે જેમાં કેદી પોતાના પરિવાર સાથે રહે છે.