Site icon Revoi.in

યુએસના ઈતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં અશ્વેત મહિલા બની ન્યાયાઘીશ 

Social Share

દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં આજથી પહેલા ક્યારેય સુપ્રીમ કોર્ટમાં ન્યાયાઘીશ તરીકે અશ્વેત મહિલાની પસંદગી કરાઈ નથી, ત્યારે હવે અમેરિકાએ આ મામલે ઈતિહાસ રચ્યો છે, સુપ્રીમ કોર્ટમાં અમેરિકાએ અશ્વેત મહિલા કેતનજી બ્રાઉન જેક્શનને જજના પદ પર નિમણૂક કરવામાં આવી છે.

યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટે ગુરુવારે કેતનજી બ્રાઉન જેક્સનને દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમ અશ્વેત મહિલા ન્યાયાધીશ તરીકે સમર્થન આપ્યું હતું.કેતનજી બ્રાઉન જેક્સન 83 વર્ષીય જસ્ટિસ સ્ટીફન બ્રેયરનું સ્થાન લેશે. સેનેટે ન્યાયાધીશ કેતનજી બ્રાઉન જેક્સનની તરફેણમાં 53 થી 47 મત આપ્યા, જેનાથી તે સર્વોચ્ચ અદાલતમાં ઉન્નત થનારી પ્રથમ અશ્વેત મહિલા બની છે

આ મામલે વ્હાઇટ હાઉસના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું કે આ દેશ માટે ખૂબ જ ગર્વ અને દેશભક્તિનો દિવસ છે. જજ કેતનજી બ્રાઉને સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા તરીકે જેક્સનની પુષ્ટિ થયા બાદ ઈતિહાસ રચ્યો છે.

જાણો કોણ છે આ એશ્વેત મહિલા કેતનજી જેક્સન

કેતનજી જેક્સન 51 વર્ષના છે અને કાયદાના ક્ષેત્રમાં કારકુન તરીકે કામ કરીને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે હાર્વર્ડમાંથી સ્નાતક થયા અને કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 2013 માં ફેડરલ જજ બનતા પહેલા તેમણે યુએસ સેન્ટેન્સિંગ કમિશનમાં સેવા આપી હતી.

જેક્સને 2013 થી 2021 સુધી કોલંબિયા ડિસ્ટ્રિક્ટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે પણ સેવા આપી છે.પ્રેસિડેન્ટ જો બિડેને કેતનજી વિશે વાત કરતા કહ્યું કે તેમને કાયદાની વ્યવહારુ સમજ છે અને આ અનુભવ અમેરિકન લોકોને ખૂબ જ ઉપયોગી થશે.