Site icon Revoi.in

હવામાં દોરડા પર ઝૂલતા-ઝૂલતા આ કપલે કર્યા લગ્નઃકારણ જાણીને લાગશે નવાઈ

Social Share

જર્મની- શું તમે એવા લગ્ન જોયા છે ક્યારેય,જ્યા મોટા મોટા સ્ટેજના બદલે આસમાન પર બે દોરડા પર દુલ્હા-દુલ્હન ઝૂલતા હોય,આ સાંભળીને તમને ચોક્કસ નવાઈ તો લાગશે જ,પરંતુ આ તદ્દન સાચી વાત છે, જર્મનીના Breisachમાં એક આવા લગ્ન જોવા મળ્યા હતા, જ્યા એના નામની દુલ્હન અને સીવન નામના દુલ્હાએ ખુલ્લા આસમાનમાં લટકતી દારડીઓ પર લગ્ન કર્યા હતા.

તમે આવા કેટલાક અનોખા લગ્ન જોયા હશે,જ્યા આલિશાન સ્ટેજ ફુલોથી સજાવેલું હોય,પરંતુ આ લગ્ન પહેલી વાર જોયા હશે કે ,જ્યા દુલ્હા-દુલ્હન આસમાન પર લટકતા દોરડા પર ઝૂલતા ઝૂલતા લગ્ન કરતા હોય,આ લગ્ન જર્મનીમાં જોવા મળ્યા છે.જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ લગ્ન એક હાય વાયર આર્ટીસ્ટના છે કે જેની ઈચ્છા હતી કે તે વાયર પર હવામાં લટકીને પોતાનો સંસાર માંડશે,

વાત જાણે એમ છે કે,દુલ્હન એના એક હાઈ વાયર આર્ટીસ્ટ છે,તે માટે તેમણે નક્કી કર્યું કે,તે હવામાં લટકટા દોરડા પર જ  લગ્ન કરશે,એનાએ આ વિશે મીડિયા સાથે વાત કરી હતી,તેમણે કહ્યું કે,દરેક લગ્ન એક રીતે ટાઈપ રોક વૉક છે, તેમણે તેમના લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયામાં શૅર કર્યા છે ,જાણકારી મુજબ,એનાના પિતા દોરડાની કરતબોમાં માહીર છે,એના કહે છે કે  આ કરતબ તેમને તેમના પિતા પાસેથી વારસામાં મળ્યું છે.જેનાથી પ્રેરીત થઈને તેણે લટકટા દોરડા પર લગ્ન કરવાનું નક્કી કર્યું.આ દુલ્હા દુલ્હને હવાને સાક્ષી રાખીને ખુલ્લા આસમાનમાં ઝુલા ઝુલતા ઝુલતા પોતાના નવા જીવનની શરુાત કરી હતી.

Exit mobile version