Site icon Revoi.in

ફિલ્મ અભિનેતા, સાહિત્યકાર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ નિધન, 10 વખત મેળવ્યો હતો રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કાર

Social Share

અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ બેંગાલુરુમાં તેમના નિવાસસ્થાને નિધાન થયું છે. તેઓ બોલીવુડમાં આખરી વાર ટાઈગર જિંદા હૈ- ફિલ્મમાં અભિનેતા સલમાન ખાન સાથે નજરે પડયા હતા. આ ફિલ્મમાં ગિરીશ કર્નાડના નાક પર એક ટ્યૂબ લગાવાયેલી હતી. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું કે રૉ ચીફ તરીકેના તેમનો કિરદાર ઘણો બીમાર છે. પરંતુ તેઓ હકીકતમાં બીમાર હતા અને નાકમાં લગાવવામાં આવેલી નળી દ્વારા તેમને જરૂરી દવા અને ભોજનસામગ્રી આપવામાં આવતી હતી.

જાણીતા લેખક અને દક્ષિણ ભારતીય રંગમંચના વરિષ્ઠ કલાકાર ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને તેમને ઘણીવાર હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા હતા. તેઓ દશ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કાર પણ જીતી ચુક્યા છે અને દક્ષિણ ભારતીય રંગમંચ તથા ફિલ્મોના તેઓ દિગ્ગજ કલાકાર હતા.

ગિરીશ કર્નાડ ભારતમાં આઠ જજનપીઠ સમ્માન પ્રાપ્ત કરનરા લોકોમાંથી એક હતા. આર. કે. નારાયણની માલગુડી ડેઝમાં તેમણે સ્વામીના પિતાનો કિરદાર પણ નિભાવ્યો હતો. તેમના દ્વારા લખવામાં આવેલા- હયાવદના, યયાતિ, તુગલક જેવા નાટકોને અભ્યાસક્રમ તરીકે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં ભણાવવામાં આવે છે.

કન્નડ રંગમંચ અને સાહિત્ય માટે તેમનું યોગદાન બેહદ મહત્વપૂર્ણ છે. ત્રણ વર્ષથી તેઓ ઘણાં બીમાર હતા. આજે સવારે વિભિન્ન અંગોના નિષ્ક્રિય થઈ જવાને કારણે તેમનું દેહાંત થયું હતું. તેઓ 81 વર્ષના હતા.