Site icon Revoi.in

લવ જેહાદ: હિંદુ ઓળખ ધારણ કરેલા મુસ્લિમ યુવકે ફસાવેલી યુવતી સાથે નશાની ગોળીઓ ખવડાવી ગેંગરપ, બળાત્કારના 66 વીડિયો!

Social Share

ખોટો ધર્મ દર્શાવીને ફર્સ્ટ ઈયરમાં અભ્યાસ કરતી એક યુવતીની બળજબરીથી હોટલમાં લઈ જઈને સામુહિક બળાત્કાર કરવાનો માલમો સામે આવ્યો છે. આરોપી યુવકની વિરુદ્ધ મામલો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિત યુવતીનો આરોપ છે કે ખિરોડ ઝુંઝુનૂના વતની સુરેશ ઉર્ફે આસિફે હોટલમાં લઈ જઈને નશાની ગોળીઓ ખવડાવીને પોતાના દોસ્તો સાથે ઘણીવાર બળાત્કાર કરાવ્યો. વીડિયો દેખાડીને બ્લેકમેલ કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સનસનાટીપૂર્ણ મામલો સીકરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

યુવતીના આ મામલાની જાણકારી ત્યારે થઈ કે જ્યારે યુવકે વીડિયો ક્લિપ અને ફોટોગ્રાફ્સ દેખાડીને તેને ડરાવવા અને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેની પાસેથી ઘણીવાર નાણાં પણ લીધા હતા. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના અધિકારી વિરેન્દ્ર શર્માને ટાંકીને મીડિયા અહેવાલમાં કેહવામાં આવ્યું છે કે ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ પ્રમાણે, પીડિતા સીકરમાં બીકોમ ફર્સ્ટ ઈરમાં અભ્યાસ કરે છે. તે બસમાં અપડાઉન કરતી હતી. તે દરમિયાન તેને એક યુવક સાથે મુલાકાત થઈ હતી. તેની સાથે વાત શરૂ થઈ અને યુવકે પોતાનું નામ સુરેશ હોવાનું જણાવ્યું હતું. બાદમાં બળજરીથી તેને હોટલમાં લઈ જવામાં આવી અને સુરેશ તરીકે ઓળખ આપનારા યુવકે તેના દોસ્તો સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો. તેને બ્લેકમેલ પણ કરવામાં આવી અને તેની પાસેથી 25 હજાર રૂપિયા પણ લેવામાં આવ્યા હતા.

જો કે સુરેશ હકીકતમાં આસિફ હોવાની જાણકારી બાદમાં યુવતીને થઈ હતી.આસિફ સાથે એક મહિલાનું નામ પણ યુવતીએ આખા ષડયંત્રમાં લીધું છે. આ મહિલાએ પીડિતાને ધમકાવી અને ગામના સ્ટેન્ડ પર આવીને તેની પાસેથી ઘણીવાર રૂપિયા પણ લીધા હતા. સુરેશ ઉર્ફે આસિફ પણ બસમાં ગામમાંથી આવતો-જતો હતા. યુવતીએ જણાવ્યું છે કે સુરેશે એક દિવસ તેના મોબાઈલ પર ફોન કર્યો હતો. સુરેશે દોસ્તી માટે કહ્યુ તો યુવતીએ તેનો ઈન્કાર કર્યો હતો.

કેટલાક દિવસો બાદ તેને સીકરમાં એક પેટ્રોલપંપ પાસે બોલાવી અને સફેદ રંગની બોલેરો ઉભી હતી. તેમા એક મહિલા અને અન્ય વ્યક્તિ બેઠા હતા. યુવતીનો આરોપ છે કે તે તેને ગાડીમાં બળજબરીથી બેસાડીને બાઈપાસ નજીક એક હોટલમાં લઈ ગયો. ત્યાં નશાની ગોળીઓ ખવડાવીને સુરેશ ઉર્ફે આસિફ અને તેના દોસ્તોએ તેની સાથે દુષ્કર્મ કર્યું અને તેનો વીડિયો બનાવ્યો હતો.બાદમાં સુરેશ ઉર્ફે આસિફ તેને મોબાઈલમાં વીડિયો મોકલીને બ્લેકમેલ કરતો હતો. આમ તેના દુષ્કર્મના 66 વીડિયો બનાવી લેવામાં આવ્યા હતા.