Site icon Revoi.in

સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો – છેલ્લા બે દિવસમાં સોનાના ભાવ 1669 સુધી ઉતર્યા

Social Share

ફ્યુચર્સ માર્કેટમાં મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનાનો વાયદો મંગળવારના રોજ રૂ. 424થી ઘટીને રૂપિયા 54,522 પર પ્રતિ 10 ગ્રામ સુધી પહોચ્યો છે. જો કે, દિવસના કારોબાર દરમિયાન 54,57૦ ની સપાટી વટ્યો હતો, સોમવારના રોજ આ ભાવ 10 ગ્રામ દીઠ રૂ 54,946. પર અટક્યો હતો.

ભારતીય સ્પોટ માર્કેટની જો વાત કરીએ તો, ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન મુજબ સોમવારે 24 કેરેટ સોનાનો 999 નો દર પ્રતિ 10 ગ્રામ રૂપિયા 54,528 છે.

ઉલ્લખનીય છે કે, સોનુ ગયા અઠવાડીયે શુક્રવારના રોજ 10 ગ્રામ દીઠ રૂ. 56,191 ની સર્વાંગી ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયુ હતુ, આ ભાવના દૃષ્ટિકોણથી આજે સોનાના ભાવમાં 1669 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

બીજી તરફ, વાયદા બજારમાં ચાંદી સપ્ટેમ્બરનો ફ્યૂચર રૂપિયા 720 ના ઘટાડા સાથે રૂપિયા 74,667 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યુ હતુ, . કારોબાર દરમિયાન ચાંદી પણ 75,010 રૂપિયાની ટોચે પહોંચી હતી.

આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટની વાત કરીએ તો સોનું લગભગ અડધા ટકા ઘટીને 2,017.98 ડોલર પ્રતિ અંશ પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં કોમેક્સ પર સોનું આશરે અડધા ટકાના ઘટાડા સાથે 2,014 ડોલર પ્રતિ અંશની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ તૂટ્યા હતા, જેની અસર ભારતીય બજાર પર પણ પડી છે. યુએસ-ચીનના વધતા તણાવ અને ડોલરમાં તેજીના કારણે સોનાના વેપારીઓ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે.હવે ઘણા લોકો સોનામાં પણ નફો કરી રહ્યા છે.

સાહીન-